ઓમિક્રોનના ૧ મહિનામાં ૧૦૮ દેશ અને ૧.૫ લાખથી વધુ કેસ
ન્યૂયોર્ક, વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ વધારનાર ઓમિક્રોન વેરિએન્ટ ઘણા દેશોમાં ડેલ્ટાથી પ્રબળ સાબિત થઈ રહ્યો છો. ઓમિક્રોન સંક્રમણની ગતિનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે તે એક મહિનાની અંદર વિશ્વના ૧૦૮ દેશોમાં ફેલાય ચુક્યો છે. એટલું જ નહીં અત્યાર સુધી આ વેરિએન્ટના ૧.૫૧ લાખ કેસ સામે આવી ચુક્યા છે.
દક્ષિણ આફ્રિકામાં ૨૪ નવેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આવો જાણીએ ક્યા દેશોમાં ડેલ્ટાથી વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે ઓમિક્રોન. બ્રિટનમાં ૫ એપ્રિલ સુધી ૦.૧૦% કેસ ડેલ્ટાને કારણે આવી રહ્યાં હતા, જે મેનેના અંત સુધી વધીને ૭૪ ટકા થઈ ગયા હતા. જૂન સુધી ૯૦ ટકા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટ કારણરૂપ હતો. તો ઓમિક્રોનને કારણે બ્રિટનમાં એક મહિનાની અંદર કોરોના સંક્રમણે રેકોર્ડ તોડી દીધો છે.
૨૨ ડિસેમ્બરે બ્રિટનમાં ૧ લાખથી વધુ કેસ સામે આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ હતા. અમેરિકામાં ૧૯ એપ્રિલ સુધી આવી રહેલા કોરોનાના કુલ કેસમાં ૦.૩૧% કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટ કારણરૂપ હતો.
જૂનના અંત સુધી આ આંકડો વધી ૫૦ ટકા થઈ ગયો. એક મહિના બાદ જુલાઈના અંત સુધી ૯૦%થી વધુ કેસ પાછળ ડેલ્ટા જવાબદાર હતો. તો જ્યારથી ઓમિક્રોન આવ્યો છે, ત્યારથી અમેરિકામાં સંક્રમણમાં મોટો વધારો થયો છે. ૨૨ ડિસેમ્બર સુધી અમેરિકામાં દરેક ચોથો કેસ ઓમિક્રોનને કારણે આવી રહ્યો છે.
ભારતમાં ડિસેમ્બર ૨૦૨૦ના અંતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ આવવાના શરૂ થયા હતા. શરૂઆતી મહિનામાં જ્યાં કુલ કેસમાંથી ૦.૭૩% કેસ ડેલ્ટા વેરિએન્ટના હતા. તો ભારતમાં માત્ર ૨૨ દિવસની અંદર ૧૭ રાજ્યોમાં ઓમિક્રોન ફેલાયો છે. ૨ ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૩૯૦ જેટલા કેસ સામે આવી ચુક્યા છે. જર્મનીમાં જ્યારે ડેલ્ટા વેરિએન્ટની શરૂઆત થઈ તો ૦.૬૯% કેસની પાછળ જવાબદાર હતો. મતલબ આ દરમિયાન ડેલ્ટા વેરિએન્ટના કેસ ખુબ ઓછા હતા. તો ઓમિક્રોન આવ્યા બાદ થોડા દિવસ બાદ કુલ કેસમાંથી ૯૦ ટકા કેસ પાછળ ઓમિક્રોન જવાબદાર છે.
દક્ષિણ આફ્રિકામાં મેની શરૂઆતમાં જ્યાં માત્ર ૨% નવા કેસ પાછળ ડેલ્ટા જવાબદાર હતો, જે ૧૨ જુલાઈ સુધીને ૮૯ ટકા પહોંચી ગયો હતો. તો ૨૪ નવેમ્બરે સૌથી પહેલા ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો. ૧૩ ડિસેમ્બર સુધી ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં મુખ્ય વેરિએન્ટ બની ગયો છે.
હાલ ૯૫ ટકા કેસ પાછળ આ વેરિએન્ટને જવાબદાર માનવામાં આવે છે. અત્યાર સુધી કુલ ૫૩ મ્યૂટેશન થઈ ચુક્યા છે, જેમાંથી ૩૨ મ્યૂટેશન તો તેના સ્પાઇક પ્રોટીનમાંથી એક છે. રિસેપ્ટર બાઇડિંગ ડોમેનમાં પણ ૩૦ મ્યૂટેશન થઈ ચુક્યા છે. ઓમિક્રોનની આર વેલ્યૂ ડેલ્ટાથી આશરે છ ગણી વધુ છે, જેનો મતલબ છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દી ૩૫-૪૫ લોકોમાં સંક્રમણ ફેલાવ્યું.
આ વેરિએન્ટના સ્પાઇક પ્રોટીનમાં ૩૦થી વધુ મ્યૂટેશનને કારણે તેના પર હાલની વેક્સીનો ઓછી પ્રભાવી રહેવાની આશંકા છે. આ વેરિએન્ટના સ્પાઇક પ્રોટીનમાં કુલ ૧૮ મ્યૂટેશન હતા. સ્પાઇક પ્રોટીન દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટમાં માત્ર ૨ મ્યૂટેશન થયા છે.
રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેન વાયરસનો તે ભાગ છે જે મનુષ્યના સરીરના સેલથી સૌથી પહેલા સંપર્કમાં આવે છે. તેની આર વેલ્યૂ ૬-૭ હતી. તેનો મતલબ છે કે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત એક વ્યક્તિ આ વાયરસને ૬-૭ વ્યક્તિમાં ફેલાવી શકે છે. કોવિશીલ્ડ વેક્સિન તેના પર પ્રભાવી રહી હતી. વેક્સીનની એફિકેસી (અસરકારકતા) ૬૩ ટકા રહી હતી.SSS