Western Times News

Gujarati News

પેપરલીક મામલે પોલીસે વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ, ગુજરાતમાં પેપરલીક મામલે પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ.આ પેપર કેસમાં હજી પણ ધરપકડનો ધમધામટ ચાલુ છે, પોલીસ આ કેસ મામલે મૂળીયા સુધી પહોચ્વા માંગે છે. હાલ પાલીસે પાંચ શખ્સોને પકડ્યા છે. હેડકલાર્ક પેપરલીક મામલે મુખ્ય આરોપી ના ભાઇ સંજ્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે,આ તમામ પાંચ આરોપીઓને પ્રાંતિજ-ઇડરમાંથી પકડવામાં આવ્યા છે.

આગાઉ પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસ મામલે પોલીસ વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ કરશે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ૨૮ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હજુપણ અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા રહેલી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.