Western Times News

Gujarati News

ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૨૬ થઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ટોચે

નવીદિલ્હી, ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વષ માટે નવા પ્લાન બનાવવા લાગ્યા છે. દરમિયાન, છેલ્લા વર્ષ વિશે વાત કરીએ તો ,૨૦૨૧ રોકાણકારો માટે શ્રેષ્ઠ હતું. જયાં એક તરફ શેરબજારમાં રોકાણ કરનારઓની સંપત્તિમાં ૭૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, તો બીજી તરફ એક રિપોર્ટ અનુસાર દેશના અબજાેપતિઓની સંખ્યા વધીને ૧૨૬ થઇ ગઇ છે. મુકેશ અંબાણી આ યાદીમાં ટોચ પર છે.

શેરબજારમાં આવેલી તેજી અને પાછલા દોઢ વર્ષમાં ઇનિશિયલ પબ્લિક ઓફ રિંગ્સ (આઇપીઓ)ના પૂરે દેશના અબજાેપતિ પ્રમોટર ગ્રુપમાં ઘણા નવા પ્રમોટરો લાવ્યા છે. અરબ ડોલર (આશરે રૂા. ૭૫,૦૦૦ કરોડ)ની નેટવર્થ ધરાવતા પ્રમોટર્સ અને બિઝનેસમેનની સંખ્યા ૨૦૨૦માં ૮૫ થી વધીને આ વર્ષ રકોર્ડ ૧૨૬ થઇ ગઇ છે. આ અબજાેપતિ પ્રમોટરોની સંકલિત સંપત્તિ લગભગ ૭૨૮ અરબ ડોલર છે, જે ડિસેમ્બર ૨૦૨૦માં ૪૯૪ અરબ ડોલર હતી.

રિપોર્ટ અનુસાર, યાદીમાં સામેલ ૧૨૬ અબજાેપતિઓની સંકલિત સંપત્તિ નાણાંકીય વર્ષ ૨૦૨૨માં દેશના અંદાજીત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના લગભગ ૨૫ ટકા જેટલી છે. ગયા વર્ષ અબજાેપતિઓની જીડીપી અને સંપત્તિનો ગુણોત્તર ૧૮.૬ ટકા હતો.

અહેવાલ મુજબ છેલ્લા દોઢ વર્ષમાં દલાલ સ્ટ્રીટ પરની મજબૂત રેલી અને પ્રારંભિક જાહેર ભરણાં (આઇપીઓ)માં અભૂતપૂર્વ ઉછાળાએ ભારતમાં અબજાેપતિ પ્રમોટરોની સંખ્યામાં વધારો કરવાનું ચાલુ રાખ્યુ છે.

રિપોર્ટમાં રજૂ કરાયેલા આંકડાઓ પર નજર કરીએ તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર અબજાેપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૧૦૪.૭ અરબ ડોલર (૭.૮૫ લાખ કરોડ) છે.

જે ડોલરમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૧.૪ ટકા વધુ છે. ૨૦૧૯માં અંબાણીની સંપત્તિમાં ૩૭ ટકા વધારો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન ડિસેમ્બર ૨૦૨૦માં રૂા. ૧૨.૮૧ લાખ કરોડ રૂપિયા ૨૫ ટકા વધીને ૧૬ લાખ કરોડ થયું છે. અદાણીની સંપત્તિમાં સૌથી ઝડપથી વધારો થયો છે. અદાણી ગ્રુપના ગૌત્તમ અદાણી સતત બીજા વર્ષ સંપત્તિ વધારાના સૌથી મોટા પ્રમોટર હતા.

અદાણી ગ્રુપની નેટવર્થ ૨૦૨૧માં ૮૨.૪૩ અરબ ડોલર છે. જે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૪૦ અરબ ડોલરની સરખામણીએ બમણી છે. ૨૦૧૯માં તેની કિમત ૨૦ અરબ ડોલર હતી. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની સંયુકત માર્કેટ મૂડી આ વર્ષ અત્યાર સુધીમાં ૧૩૩ ટકા વધીને ૯.૮૭ લાખ કરોડ થઇ છે, જે ડિસેમ્બરમાં ૨૦૨૦માં રૂા. ૪.૨૭ લાખ કરોડ રૂપિયા હતી. ટેક ઉદ્યોગ સાહસિકોમાં, વિપ્રોના અઝીમ પ્રેમજી, એચસીએલ ટેકના શિવ નાદર અને ઇન્ફોસિસના સ્થાપકોની સંપત્તિમાં પણ આ વર્ષ નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો છે.

આઇટી કંપનીઓના શેરમાં વધારો થવાથી તેમને ફાયદો થયો છે. એવન્યુ સુપરમાર્ટના આર કે દામાણી, જેઓ ૩૦.૧ અરબ ડોલરની નેટવર્થ સાથે દેશના ચોથા સૌથી ધનિક પ્રમોટર છે, તેઓ પણ સંપત્તિ ઉમેરનારા ટોચના ઉદ્યોગસાહસિકોમાં સામેલ છે. ગયા વર્ષ તેમની કુલ સંપત્તિ ૧૮.૪ અરબ ડોલર હતી. બજાજ ગ્રુપના રાહુલ બજાજની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.