Western Times News

Gujarati News

સુરતના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના પોઝિટિવ

અમદાવાદ, રાજ્યમાં એક તરફ કોરોના કેસો વધી રહ્યા છે અને બીજી તરફ રાજ્ય સરકાર કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત છે. સુરતમાં ગત રવિવારે યોજાયેલા સાયક્લોથોન, નદી ઉત્સવ સહિતના કાર્યક્રમ પછી ભાજપના એક પછી એક નેતાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. સુરતમાં રવિવારે સીએમ સાથે સ્ટેજ પર જાેવા મળેલા ધારાસભ્ય ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાના ઓફિશિયલ ટ્ટિટર અને ફેસબુક હેન્ડલ પર આ માહિતી આપી છે.

ધારાસભ્ય ઝંખના પટેલે ટિ્‌વટ કરી કે, ‘કોરોનાના લક્ષણો જણાતા મેં કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ મુજબ હું સેલ્ફ કોરન્ટાઈન થઈ છું, તબિયત સારી છે.’ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા પણ વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઝંખના પટેલે શનિવારે સુરત ભાજપના જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ સાથે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રવિવારે સંદિપ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવેલા ઝંખના પટેલ રવિવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સ્ટેજ પર જાેવા મળ્યા હતા. હવે, ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમમાં તેઓ બીજા ઘણા નેતાઓ અને કાર્યકરોને પણ મળ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ફરજ પડાય છે, પરંતુ રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ અને કાર્યકરો કોઈ નિયમ પાડતા નથી. સુરતમાં જે રીતે ભાજપના એક પછી એક નેતા કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે, તે એક ગંભીર સંકેત છે. જાે તંત્ર વહેલી તકે જાગશે નહીં તો સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાતી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.