Western Times News

Gujarati News

ઓવરલોડ ગાડીઓના અવરજવરના ત્રાસથી નગરજનો દ્વારા આવેદનપત્ર

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારિયા તાલુકામાં આવેલ પાનમ નદીના પટમાંથી રેતી માફિયાઓ દ્વારા રેતીનું ઉડાંણ સુધી ખોદકામ કરી જેના કારણે આસપાસના ખેતી કરતાં ખેડૂતોને પણ ભારે નુકશાન વેઠવુ પડતું હોય છે અને આ સફેદ રેતી કાળો કારોબાર કરનારાઓ અને રેતીનું સપ્લાય કરનારાઓને કોઈના રોકટોક વગર બિન્દાસ ખનિજ ચોરી કરતાં હોય છે.

જેના કારણે સરકારની તિજાેરીમાં મોટા પાયે નુકશાન થાય છે અને તેની સાથે સાથે દેવગઢબારિયા શહેરમાં દુકાનદારો વેપારીઓ અને રહિશોના રહેણાંક મકાનોમાં પણ માટીના થર જામી જતાં હોય છે અને ગ્રામ્ય વિસ્તાર માંથી લોકો માલસામાન ખરીદવા આવતાં પ્રજાનું પણ જાનનું જાેખમ રહે છે.

આ ઓવર લોડેડ રેતીની ગાડીઓ જેવી કે હાઇવા અને ડમ્ફર જેવી ભારે ઓવરલોડ ભરી રસ્તાઓ પણ તોડી નાખવામાં આવતાં હોય છે રેતી માફિયાઓના કારણે જનતા પરેશાન જે ઓવરલોડના ભારે વાહનો દેવગઢબારિયાના નાયબ કલેક્ટર અને મામલતદાર ઓફિસોની આગળથી પસાર થતી હોય છે તેમ છતાં રેતી માફિયાઓને કોઇ રોકટોક કેમ નથી ?

કે પછી કોઈ અધિકારીઓની પણ રેતી માફિયાઓ સાથે કોઇ સાઠગાંઠ તો નથી ને ? આ અંધેરી નગરીને ગંડુ રાજા જેવો વહિવટ ક્યાર સુધી ચાલશે

આ બાબતે આજ રોજ દેવગઢબારિયા શહેરના ધાટી ફળીયાના રહિશો તેમજ નગરપાલિકા સભ્ય ધર્મેશભાઇ કલાલ સહિતના આગ્રણીઓ દ્વારા દેવગઢબારિયા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીએ જઇ રુબરુ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જાેવાનું રહ્યું !*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.