મલેકપુરના જંગલમાંથી વૃક્ષોનું નિકંદન કાઢતા ઈસમ વિરુદ્ધ વન વિભાગ દ્વારા કાર્યવાહી
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) શિયાળાની કડકડતી ઠંડી દરમ્યાન લાકડાઓની ચોરીઓનો ઉપદ્રવ વધતા વન વિભાગના અધિકારીઓ દ્વારા લાલ આંખ કરતા જંગલ વિસ્તારોમાં વૃક્ષોનું નિકંદન કાઠતા ચોર ઈસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલેકપુર ગામના જંગલ વિસ્તારમાંથી આડેધડ વૃક્ષોનું નિકંદન કાઠતા પ્રમુખ ઝાંઝર માતા વૃક્ષ ઉત્પાદક સહકારી મંડળી લી. ના મકાન પર કાંતિભાઈ મંગળાજી ખરાડી, રહેવાસી. મલેકપુર વન મંડળીના પ્રમુખ તરીકે મલેકપુર જંગલ વિસ્તારના સર્વે નંબર.૮૧ માંથી મોંધા ભાવના સાગના લાકડા કટીંગ કરાવી લાકડા વહેરણનું મશીન રાખી તેઓના માણસો પાસે સુથારી
કામકાજ કરાવી બારી,બારણા,ખાટલાની સાઈઝો સહિત અન્ય પ્રકારની કામગીરી કરાવતા હોય તે દરમ્યાન ભિલોડા વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા મુદ્દામાલ ભરવાની કામગીરી દરમ્યાન વન મંડળીના ભ્રષ્ટાચારી પ્રમુખ ટ્રેક્ટર આગળ સુઈ ગયા જેથી ટ્રેક્ટર આગળ પસાર કરવા માટે તજવીજ હાથ ધરી પરંતુ તેઓ ના માનતા મહામુસીબતે વન વિભાગ અધિકારીઓ દ્વારા ગાડી બેસાડયા હતા.
બી.બી.પુજારા, વનપાલ, ભિલોડાને પગના ભાગે આરોપીએ ઈજાઓ પહોંચાડેલ હોય તેઓને કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભિલોડા પરિક્ષેત્ર વન અધિકારી,આર.વી.પટેલે જણાવ્યું હતું કે મલેકપુર ગામના જંગલ વિસ્તારમાંથી વૃક્ષોનું નિકંદન કાઠતા વન મંડળીના પ્રમુખ પાસેથી અંદાજીત રૂા.૯૫,૦૦૦=૦૦ નો મુદ્દામાલ ઝડપી આરોપી ઈસમ વિરુદ્ધમાં કાયદેસર રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.*