Western Times News

Gujarati News

૬૦૦૦ ફૂટની ઊંચાઈએ બે ફુગ્ગા વચ્ચે દોરડું બાંધીને ચાલ્યો આ વ્યક્તિ

નવી દિલ્હી, થોડાક માળની ઊંચાઈએથી નીચે જાેતાં આપણા હૃદયના ધબકારા વધી જાય છે. કલ્પના કરો કે જાે કોઈ વ્યક્તિને હજારો ફૂટની ઊંચાઈએ દોરડા પર ચાલવું પડે તો તેની હાલત કેવી હશે. બ્રાઝિલના એક બહાદુર વ્યક્તિએ આ પરાક્રમ કરીને વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે.

Daredevil breaks world record tightrope walking between two hot air balloons at 6000ft.  Rafael Zugno Bridi, 34, has broken the world record of the highest ever tightrope walk after he walked between two hot air balloons more than a mile high above the ground

બ્રાઝિલના પ્રેયા ગ્રૈન્ડેમાં ૩૪ વર્ષીય રાફેલ ઝુગ્નો બ્રિડીએ આ હિંમત બતાવી છે. તેણે ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ બે ફુગ્ગાઓ વચ્ચે દોરડું બાંધીને તેના પર ચાલી બતાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઉંચાઈ બુર્જ ખલીફા કરતા બમણી છે, જેને દુનિયાની સૌથી ઊંચી ઈમારત માનવામાં આવે છે.

અહેવાલ મુજબ, રાફેલ ઝુગ્નો બ્રિડી બે હોટ એર બલૂનની વચ્ચે દોરડા પર ચાલીને સ્વતંત્રતા અને ઉડાનનો અનુભવ કરવા ઈચ્છતા હતા. તેનો પડકાર ચોક્કસપણે ઘણો મુશ્કેલ હતો. તેઓ કહે છે કે તેઓ મુશ્કેલ રેકોર્ડ તોડવા માંગે છે. તેમણે લીધેલી ચેલેન્જમાં તેની એક ભૂલ પણ તેમને મોંઘી પડી શકે છે.

તે પૃથ્વીથી સેંકડો મીટરની ઊંચાઈએ વાદળો પર ચાલવા જેવું હતું. આ પડકારને પૂર્ણ કરવા માટે તેમને વર્ષોની મહેનત અને સંકલ્પની જરૂર હતી. આ મિશનમાં તેની સાથે સારી ટીમ અને શ્રેષ્ઠ સાધનો હતા. તેમણે પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના સુરક્ષાના તમામ સાધનો પોતાની પાસે રાખ્યા હતા. રાફેલ કહે છે કે આવા અસાધારણ પરાક્રમો દરમિયાન તેને એ પણ યાદ નથી રહેતું કે ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ દોરડા પર ચાલતી વખતે તે શું વિચારતો હતો?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.