Western Times News

Gujarati News

ટ્રાવેલ પ્લેટફોર્મ ઇક્સિગો ‘નેક્સ્ટ બિલિયન યુઝર’ સેગમેન્ટનો લાભ લેવાની સારી પોઝિશનમાં

TRAVEL PLATFORM IXIGO WELL POSITIONED TO CAPITALISE ON THE ‘NEXT BILLION USER’ SEGMENT

નેક્સ્ટ બિલિયન યુઝર્સ સેગમેન્ટ (એનબીયુ – આગામી એક અબજ યુઝર) માટે ભારતની અગ્રણી ઓટીએ ઇક્સિગો (લા ટ્રાવેનસ ટેકનોલોજી લિમિટેડ)નો ઉદ્દેશ સ્થાનિક સામગ્રી અને એપની ખાસિયતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ટિઅર 1 સિવાયના શહેરોમાં એના યુઝરની સંખ્યામાં વધારો કરીને તથા ટિઅર 2/3ના પ્રવાસીઓની સમસ્યાઓનું સમાધાન કરીને એનબીયુ ટ્રાવેલ બજારમાં ઝડપથી વૃદ્ધિ કરવાનો છે.

ભારતમાં ટ્રાવેલ અને ઇન્ટરનેટ માળખાની સુવિધામાં સંપૂર્ણ સુધારો થવાની સાથે તેમજ ટિઅર 1, ટિઅર 2 અને ટિઅર 3 શહેરો સાથે ગામડાઓ અને નગરોના જોડાણમાં વધારાની સાથે કંપનીને નાનાં શહેરોમાં એની પહોંચ વધવાની અપેક્ષા છે, કારણ કે ટ્રેન, ફ્લાઇટ, બસ અને હોટેલ બુકિંગ્સ માટે એની એપ્સની ઝડપી સ્વીકાર્યતા વધશે.

નાણાકીય વર્ષ 2020-21માં ઇક્સિગોના 92.6 ટકા નાણાકીય વ્યવહારો ભારતમાં ટિઅર 2/ટિઅર 3 શહેરોમાંથી થયા હતા. કંપની આ પ્રકારની તકોનો લાભ લેવાની અને એનબીયુ ટ્રાવેલ સેગમેન્ટ દ્વારા સંચાલિત વૃદ્ધિનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જે અત્યારે સંપૂર્ણ ટ્રાવેલ બજારમાં 62 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે. (સ્તોત્રઃ એફએન્ડએસ રિપોર્ટ).

વર્ષ 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર સ્થાપિત ઇક્સિગો એક ટેકનોલોજી કંપની છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ-સંચાલિત ઇનોવેશન દ્વારા પ્રવાસ સાથે સંબંધિત ઉપયોગી અને લાભદાયક નિર્ણયો લેવા પ્રવાસીઓને મદદ કરે છે.

અત્યારે તેઓ દેશમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઓટીએ પ્લેટફોર્મ છે, જે અત્યાર સુધી સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ છે (માર્ચ, 2021 સુધી 25.5 કરોડ), જે અન્ય તમામ ઓટીએ એપ્સથી વધારે માસિક ડાઉનલોડિંગ ધરાવે છે (દર મહિને 6.74 મિલિયન ડાઉનલોડિંગ) તથા સૌથી વધુ વપરાશ અને જોડાણ ધરાવે છે. (સ્તોત્રઃ એફએન્ડએસ રિપોર્ટ). નાણાકીય વર્ષ 2020-21માં કુલ પ્રોફોર્મા જીટીવી અને કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ ભારતમાં ઇક્સિગો બીજી સૌથી મોટી ઓટીએ છે.

ટ્રાવેલ પ્લેટફોર્મે મહામારી દરમિયાન પણ ગ્રાહકોના પ્રશ્રોનું ઝડપથી સમાધાન કરવાથી, ફૂલ રિફંડના વિકલ્પો અને કોવિડ ટ્રાવેલ માર્ગદર્શિકા માટે અદ્યતન હેલ્પ સેન્ટરને કારણે એના બજારહિસ્સામાં વૃદ્ધિને જાળવી રાખી હતી. માર્ચ, 2021માં કંપનીના માસિક નાણાકીય વ્યવહારોનું કુલ વોલ્યુમ રૂ. 393.8 કરોડ હતું, જે માર્ચ, 2020માં કોવિડ-પૂર્વેના સ્તરથી 2ગણું હતું. ઉદ્યોગ પર લોકડાઉનની અસર થઈ  હોવા છતાં નાણાકીય વર્ષ 2020-21માં કંપની નફાકારક બની હતી. (સ્તોત્રઃ કંપની ડીઆરએચપી અને એફએન્ડએસ રિપોર્ટ)

ઇક્સિગો ગ્રાહકોને બજારમાં લાવવા અલગ એપ્સ ધરાવે છે, જેઓ ટ્રેનો, બસો અને ફ્લાઇટ બુક કરે છે તથા તેનીની મલ્ટિ એપ સ્ટ્રેટેજી તેમને સતત જરૂરિયાતોમાં પરિવર્તન અનુભવતા ટિઅર 1 પ્રવાસીઓ અને પ્રવાસનની આકાંક્ષા ધરાવતા ટિઅર 2/3/4ના પ્રવાસીઓ એમ બંને માટે પ્રસ્તુત સેવાઓની સુવિધા આપે છે.

નાણાકીય વર્ષ 2020-21ના અંતે ઇક્સિગો અને કન્ફર્મટીકેટી સંયુક્તપણે આઇઆરસીટીસીની ટ્રેનો માટે અગ્રણી બી2સી વિતરણ પ્લેટફોર્મ હતી, જે આઇઆરસીટીસીના ઓટીએ અને બી2સી વિતરકો વચ્ચે રેલ બુકિંગની દ્રષ્ટિએ 42 ટકા બજારહિસ્સો ધરાવતી હતી. નાણાકીય વર્ષ 2020-21માં વોલ્યુમની દ્રષ્ટિએ કુલ ઓટીએ એરલાઇન બજારમાં 12 ટકા બજારહિસ્સા સાથે ઇક્સિગો ત્રીજી સૌથી મોટી ભારતીય ફ્લાઇટ ઓટીએ પણ હતી.

વર્ષની શરૂઆતમાં ટ્રાવેલ કંપનીએ ટ્રેન ડિસકવરી અને બુકિંગ પ્લેટપોર્મ કન્ફર્મટેકેટી તથા ઓનલાઇન બસ-ટિકિટિંગ પ્લેટફોર્મ અભીબસનું એક્વિઝિશન પણ કર્યું હતું, જેનાથી ઓનલાઇન ટ્રેન અને બસ ટિકિટિંગ સેગમેન્ટમાં એની કામગીરી વધી હતી. અભીબસ બસ સેગમેન્ટમાં 10 ટકા બજારહિસ્સા સાથે બીજી સૌથી મોટી ઓટીએ છે (સ્તોત્રઃ એફએન્ડએસ રિપોર્ટ).

ઓટીએમ બજારમાં પોતાને વધારે વિશિષ્ટ બનાવવાના ઉદ્દેશ સાથે ઇક્સિગોએ તેમના ગ્રાહકોને ઉપયોગી ઇન્ટરસિટી રેલવે માહિતી પ્રદાન કરીને રેલવેને પ્રાથમિકતા આપવાની પસંદગી કરી હતી. વર્ષ 2013થી વર્ષ 2018 વચ્ચે ટ્રાવેલ પ્લેટફોર્મે અનેક ઇનોવેટિવ એઆઇ-આધારિત ડેટા-સંચાલિત યુઝરને અનુકૂળ ખાસિયતો પ્રસ્તુત કરી હતી,

જેમ કે પીએનઆર પ્રીડિક્શન, ટ્રેન લાઇવ રનિંગ સ્ટેટ્સ, વોઇસ-આધારિત ટ્રાવેલ આસિસ્ટન્ટ (ટીએઆરએ), સિરિ શોર્ટકટ્સ અને એઆર ફીચર, જે ટ્રેનના પેસેન્જર્સને દેશભરના 7,000થી વધારે રેલવે સ્ટેશોનો પર તેમના કોચની પોઝિશન લોકેટ કરવાની સુવિધા આપે છે, જેનાથી એપને ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ મળી હતી.

વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇક્સિગો ટ્રેનની મોબાઇલ એપ એપ એન્ની મુજબ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી 10મી ટ્રાવેલ અને નેવિગેશન એપ હતી (સ્તોત્રઃ એફએન્ડએસ રિપોર્ટ).

‘નેક્સ્ટ બિલિયન યુઝર્સ’ ટેક્સ્ટને બદલે વોઇસ-આધારિત કમાન્ડનો ઉપયોગ કરશે અને ટિઅર-1 સિવાયના શહેરોના મોટા ભાગના પ્રવાસીઓ વોઇસ અને જેસ્ચર આધારિત કમાન્ડનો ઉપયોગ કરી ને ઇન્ટરટનેટ સર્ચ કરે એવી શક્યતા હોવાથી ઇક્સિગોનો ઉદ્દેશ એના ઓટીએ પ્લેટફોર્મ પર વધારે વોઇસ અનેબલ ખાસિયતો પ્રસ્તુત કરવાનો છે,

ખાસ કરીને એના યુટિલિટી યુઝ કેસ માટે તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત પર્સનલ ટ્રાવેલ આસિસ્ટન્ટ, ટીએઆરએ માટે. ટ્રાવેલ પ્લેટફોર્મે તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા, ઓર્ગેનિક રીતે નવા યુઝરને આકર્ષિત કરવા અને ભારતમાં ઓનલાઇન ટ્રાવેલ બજારમાં ભવિષ્યની અપેક્ષિત વૃદ્ધિની તકોનો લાભ લેવા ટેકનોલોજીમાં રોકાણ જાળવી રાખવાની યોજના બનાવી છે.

પોતાના ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે સંયુક્તપણે ઇક્સિગોનું એક્વિઝિશન અને પાર્ટનરશિપ એક ટ્રાવેલ ઇકોસિસ્ટમ ધરાવે છે, જે આયોજન, બુકિંગ અને ટ્રિપના તબક્કાઓનું મેનેજમેન્ટ, પુરવઠાની શ્રેષ્ઠ વિવિધતા પૂરી પાડવાની એની ક્ષમતામાં સુધારો, મોટા પાયે કામગીરીથી વાજબીપણું લાવવામાં મદદ, તેમજ સમગ્ર ગ્રૂપમાં ખર્ચમાં નોંધપાત્ર સમન્વય ઊભો કરવી એવી પ્રવાસીઓની તમામ જરૂરિયાતો પૂરી કરવા ઇચ્છે છે. કંપનીને વ્યૂહાત્મક ભાગીદારીઓનું મૂલ્યાંકન, રોકાણ અને ભવિષ્યમાં એક્વિઝિશન જળવાઈ રહેવાની અપેક્ષા છે.

કંપનીએ આઇપીઓ દ્વારા કુલ રૂ. 750 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે, જેમાંથી કંપની એક હિસ્સાનો ઉપયોગ માર્કેટિંગ પ્રમોશન અને ડિસ્કાઉન્ટ દ્વારા ‘નેક્સ્ટ બિલિયન યુઝર્સ’માંથી પ્રથમ વાર ટ્રેન, બસ અને ફ્લાઇટ બુકર્સને લક્ષ્યાંક બનાવવા પ્રમોશન્સ કરવાનો છે.

ઇક્સિગો વિશે –વર્ષ 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર દ્વારા સ્થાપિત ઇક્સિગો ટેકનોલોજી કંપની છે, જે રેલ, એર, બસ અને હોટેલનું આયોજન, બુકિંગ અને મેનેજમેન્ટ કરવા ભારતીય પ્રવાસીઓને સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇક્સિગો પ્રવાસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ-સંચાલિત ઇનોવેશનનો ઉપયોગ કરીને પ્રવાસ સાથે સંબંધિત ઉપયોગી અને લાભદાયક નિર્ણયો લેવામાં મદદ કરે છે.

ઇક્સિગો પ્રવાસીઓને ટ્રેનની ટિકિટ, ફ્લાઇટ ટિકિટ, બસ ટિકિટ, હોટેલ્સ અને કેબ્સનું બુકિંગ કરવાની સુવિધા આપવાની સાથે ટ્રેન પીએનઆર સ્ટેટ્સ અને કન્ફર્મેશન પ્રીડિક્શન્સ, ટ્રેન સીટની ઉપલબ્ધતા અંગે એલર્ટ, ટ્રેન રનિંગ સ્ટેટ્સ અપડેટ અને વિલંબની ધારણા,

ફ્લાઇટ સ્ટેટ્સ અપડેટ, બસ રનિંગ સ્ટેટ્સ, કિંમત અને ઉપલબ્ધતા વિશે એલર્ટ, ડિલ ડિસ્કવરી, ડેસ્ટિનેશન કન્ટેન્ટ, વ્યક્તિગત ભલામણો, ફ્લાઇટ માટે તાત્કાલિક ભાડાનાં દરની એલર્ટ અને ઓટોમેટેડ કસ્ટમર સપોર્ટ સેવાઓ સહિત ઇન-હાઉસ પ્રોપ્રાઇટરી અલ્ગોરિધમ અને ક્રાઉડ-સોર્સ્ડ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને ટ્રાવેલ યુટિલિટી ટૂલ્સ અને સેવાઓ પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.