Western Times News

Gujarati News

કેદીઓએ જેલની અંદર બોલાવી ડાંસરઃ વીડિયો સામે આવ્યો તો ઑફિસરોના ઊડ્યા હોશ

નવીદિલ્હી, હવે તો મોટા ભાગે જેલના કેદીઓના તમામ પ્રકારના કારનામાં સામે આવતા રહે છે. ક્યારેક કેદીઓ જેલની અંદર ચૂપચાપ કંઈક લઈને પહોંચી જાય છે તો ક્યારેક જેલમાં ભોંયરું ખોદી નાખે છે.

બ્રાઝિલની એક જેલમાં કેટલાક કેદીઓએ તો કલ્પનાથી વિરુદ્ધ એક વસ્તુ કરી નાખી. આ કેદીઓએ જેલમાં ક્રિસમસ પાર્ટી મનાવી અને જેલની અંદર જ ડીજે અને ડાંસનો કાર્યક્રમ થયો એટલું જ નહીં કેદીઓએ રીતસરની ડાંસર પણ બોલાવી હતી. પાર્ટી બાદ જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે જઈને આખી કહાની સામે આવી.

આ ઘટના બ્રાઝિલ સ્થિત ગોઈયાના શહેરની છે. ડેઇલી સ્ટારના એક રિપોર્ટ મુજબ અહીં સ્થિત એક જેલમાં આ બધુ થયું હતું. આ જેલમાં લગભગ ૧૦૦ કેદી છે અને આ બધાએ ક્રિસમસ પાર્ટીમાં ધૂમ ધડાકા કરી દીધા. રિપોર્ટ મુજબ કેદીઓએ જેલના જ એક કર્મચારી સાથે મળીને બધો ખેલ કરી નાખ્યો હતો. કેદીઓએ ડાંસ પાર્ટીનું આયોજન કર્યું અને કેટલીક ડાંસર પણ બોલાવવામાં આવી હતી. જેલમાં ક્રિસમસની રાતે ડીજે પર ખૂબ ડાંસ થયો અને અશ્લીલ ડાંસ પણ થયો.

આ ડાંસનો વીડિયો બીજા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં નજરે પડ્યું કે ડાંસર ડીજેના મ્યૂઝિક પર નાચતી નજરે પડી રહી છે અને કેટલાક કેદી તેને ચારેય તરફથી ઘેરીને ઊભા થયા છે. એટલું જ નહીં કેટલાક કેદીઓ પાસે મોબાઈલ પણ જાેવા મળ્યો.

વીડિયોમાં ડાંસર્સ બ્લેક શોર્ટ્‌સ, ક્રોપ-ટોપ, સ્નિકર્સ પહેરીને બ્રાઝિલના એક ફેમસ હિપ હોપ બીટ ફેવેલા ફંક પર નાચી રહી છે. ડાંસર્સ સાથે કેદીઓ પણ ઝૂમી રહ્યા છે. જ્યારે આ સંપૂર્ણ કહાનીનો વીડિયો ઓફિસરો સુધી પહોંચ્યો તો તેમના હોશ ઊડી ગયા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેલના કર્મચારીએ જ આ બધી કરતૂક કેદીઆ સાથે મળીને તેમના માટે કરી છે. તેણે જેલમાં કેદીઓ માટે ડીજે અને ડાંસર બોલાવી.

વીડિયો લીક થયા બાદ જેલના એ કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં જેલના કેટલાક કેદીઓને એ જેલમાંથી બીજી જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જ્યારે વીડિયો વાયરલ થયો તો જેલ કર્મચારીઓએ સફાઇ આપતા કહ્યું કે ક્રિસમસ સેલિબ્રેશન માટે બોલાવવવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.