Western Times News

Gujarati News

મુંબઇમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસે ૩૬૭૧ કેસ

મુંબઇ, મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસે ૩૬૭૧ કેસ નોંધાયા છે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ૫૩૬૮ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૧૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે નાઈજીરિયાથી આવેલા બાવન વર્ષીય દર્દીનું મોત થયું છે.

આ દર્દીને ઓમિક્રોન હોવાથી તેને પિંપરીની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગુરુવારે તેને હાર્ટએટેક આવતા તેનું મોત થયું હતું. વિશ્વમાં ઓમિક્રોનથી સૌપ્રથમ મોત યુકેમાં નોંધાયું છે. દેશમાં ઓમિક્રોનથી પ્રથમ મોત મહારાષ્ટ્રમાં નોંધાયું છે.

દરમિયાનમાં દેશના ૮ રાજ્યોમાં અચાનક કોરોના અને ઓમિક્રોનના કેસમાં વધારો થતા સરકાર દ્વારા ઓમિક્રોન એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા ગુજરાત, દિલ્હી, હરિયાણા, તામિલનાડુ, પિૃમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડના આરોગ્ય સચિવોને પત્ર લખીને સતર્ક રહેવા અને તકેદારીનાં પગલાં લેવા આદેશ અપાયા છે. કોરોનાનું ટેસ્ટિંગ વધારવા, હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારી કરીને હોસ્પિટલોને સજ્જ કરવા, વેક્સિનેશનની સ્પીડ વધારવા, વધુ લોકોને વેક્સિનનો આદેશ આપ્યો છે.

દેશના ૨૪ રાજ્યોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધીને ૧૦૦૨ થયા છે આથી રાજ્યોને સતર્કતા વધારવા અને સંક્રમણ વધે નહીં તેવાં પગલાં લેવાં સૂચનાઓ અપાઈ છે.

જાે કે ઓમિક્રોનના ૩૨૦ દર્દીઓ સાજા થતા તેમને ઘરે જવા રજા અપાઈ છે. દેશમાં બુધવારે ઓમિક્રોનના ૨૦૦થી વધુ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ જાેવા મળ્યા હતા. દિલ્હીમાં સૌથી વધુ ૨૬૩ અને મહારાષ્ટ્રમાં ૨૫૨, ગુજરાતમાં ૯૭, હરિયાણામાં ૧૨, તામિલનાડુમાં ૪૫ કેસ નોંધાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.