Western Times News

Gujarati News

પંજાબઃ આમ આદમી પાર્ટીએ જારી કરી ૮ ઉમેદવારોની છઠ્ઠી યાદી

ચંડીગઢ, આમ આદમી પાટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આપે આ યાદીમાં ૮ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ૯૬ ઉમેદવારોની જાહેરાત કરી છે.

પંજાબમાં વિધાનસભાની ૧૧૭ બેઠકો છે. પાર્ટીએ હવે ૨૧ ઉમેદવારોની જાહેરાત કરવાની છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ આપનો ઉત્સાહ ઊંચો દેખાઈ રહ્યો છે.

આપે શ્રી હરગોબિંદપુરથી પોતાના ઉમેદવાર તરીકે એડવોકેટ અમરપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમૃતસર પૂર્વથી જીવનજાેત કૌરને ટિકિટ આપી છે. આ સીટ પર જીવનજાેત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુને ટક્કર આપશે. જાે કે, તે પટિયાલાથી પણ ચૂંટણી લડશે તેવી ચર્ચા છે.

આપેએ અમૃતસર પશ્ચિમથી ડૉ.જસબીર સિંહને ટિકિટ આપી છે. ગુરદિન સિંહ આમલોહથી આપની ટિકિટ પર મેદાનમાં છે. આપેે ફાઝિલ્કાથી નરિન્દર પાલ સિંહ સવના, ગિદ્દરબાહાથી પ્રીતપાલ શર્મા, મૌરથી સુખવીર માસેર ખાના અને માલેરકોટલાથી મોહમ્મદ જમીલ ઉર રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે.

આ પહેલા મંગળવારે આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ૧૫ ઉમેદવારો હતા.આપએ શ્રી ચમકૌર સાહિબ વિધાનસભા બેઠક પરથી ડો. ચરણજીત સિંહને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની આ બેઠક પરથી ધારાસભ્ય છે. જાે તેઓ ફરીથી આ જ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તો મુકાબલો રસપ્રદ બની રહેશે.

આપે મંજુ રાણાને કપૂરથલાથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. રણવીર સિંહ ભુલ્લર ફિરોઝપુર શહેરથી આપના ઉમેદવાર બન્યા છે. આપેે ભટિંડા શહેરથી જગરૂપ સિંહ ગિલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ૮૮ વિધાનસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૯૬ ઉમેદવારોની જાહેરાત કરી છે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકો છે, આપએ હવે માત્ર ૨૧ ઉમેદવારોની જાહેરાત કરવાની છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ આપનો ઉત્સાહ ઊંચો દેખાઈ રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.