Western Times News

Latest News from Gujarat

હવે નવા વર્ષમાં રેડીમેડ કપડા મોંઘા નહીં થાય

નવીદિલ્હી, આજે દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૪૬મી બેઠક યોજવામાં આવી હતી . જેમાં બેઠકમાં સસ્તા કપડા પર જીએસટી દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવા પરનો ર્નિણય યથાવત રાખવામા આવ્યો છે જેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. એટ્‌લે કે હવે નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય.

હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમ સિંહનું કહેવું છે કે કાપડ પર જીએસટી વધારવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરી ૨૦૨૨માં યોજાશે.બેઠકમાં તમિલનાડુના નાણાપ્રધાને કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે.

કાપડ ઉદ્યોગ હજુ પણ સંકટમાંથી બહાર આવ્યો નથી. આપનેજણાવી દઈએ કે જીએસટી એટલે કે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ ર્નિણયો જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરી રહ્યા છે. તેમજ રાજ્યોના નાણામંત્રીઓ પણ તેમાં ભાગ લે છે.મત્વનુ છે કે ગુજરાતમાં અમુક શ્હેરોમાં કાપડના વેપારીઓ દવારા વિરોધ પણ ૨ દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. જેનાથી લઈને આજે આ બેઠક માં આ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે . વેપારીઓને મોટી રાહત મળશે.

જીએસટી કાઉન્સિલની ૪૬મી બેઠકમાં ભાગ લેનારા ઘણા રાજ્યોના નાણા મંત્રીઓ સપ્ટેમ્બરમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા ર્નિણયની વિરુદ્ધ છે. આ બેઠકમાં ૧ જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પરના જીએસટી દરમાં વધારો કરીને ડ્યુટી સ્ટ્રક્ચર સુધારવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers