Western Times News

Gujarati News

આજથી વેકિસનના બંને ડોઝ લેનારને જ સરકારી કચેરીઓમાં પ્રવેશ મળશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, રાજયમાં સતત કોરોના કેસ વધતાં જાેવા મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા અથાગ પર્યટનો કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ માં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે . ત્યારે હવે કાલથી જ રાજયની તમામ સરકારી કચેરીઓમાં આવતીકાલથી કોરોનાની વેકિસનના બંને ડોઝ લેનાર વ્યકિતને જ પ્રવેશ આપવામાં આવશે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડથી સુરક્ષીત કરવા આગામી સોમવારથી ૯ જાન્યુઆરી સુધી ખાસ વેકિસનેશન મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક અંગેની વિગતો આપતા પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતુ કે રાજ્યના ૮ મહાનગરમાં હાલના રાત્રી કર્ફ્‌યૂ સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ જઘઙનો અમલ આગામી તારીખ ૭મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છેકાલથી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી ના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

મંત્રીએ કહ્યુ હતુ કે, આગામી તા. ૩જીથી તા.૯મી જાન્યુઆરી, ૨૦૨૨થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ-૧૯ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં તા. ૦૩.૦૧.૨૦૨૨થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.