Western Times News

Gujarati News

કપડાં પર GST ૫ ટકા યથાવત રાખવા કાઉન્સિલનો નિર્ણય

GST officer nabbedin bribe case by ACB gujarat

નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ગુજરાત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા સિંગલ એજન્ડાને લઈને આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં ર્નિણય કરવામાં આવ્યો કે ૧ જાન્યુઆરીથી કાપડ પર લાગુ થનાર નવા જીએસટી દર ૧૨ ટકાની જગ્યાએ હવે ફરી જૂના દર ૫ ટકા જ લાગશે.

જીએસટી કાઉન્સિલની આ પહેલાની બેઠકમાં ટેક્સટાઈલ અને જૂતા ચંપલ પર જીએસટી રેટ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ ૧ જાન્યુઆરીથી દર ૫ ટકા ટેક્સની જગ્યાએ ૧૨ ટકા ટેક્સ થવા જઈ રહ્યો હતો. જાેકે ૩૦ ડિસેમ્બરના રોજ અનેક રાજ્યોએ ટેક્સટાઈલ પર વધારવામાં આવેલા જીએસટી દર અંગે વિરોધ દર્શાવ્યો હતો અને કાપડ પર જીએસટી ૫થી ૧૨ ટકા કરવાના ર્નિણયને સ્થગિત કરવા અંગે માગણી કરી હતી.

કેન્દ્રીય નાણા પ્રધાન ર્નિમલા સિતારમણના અધ્યક્ષ સ્થાને બજેટ પહેલા મળેલી જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ગુજરાત, પ.બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તામિલનાડુ સહિતના રાજ્યોએ ૧ જાન્યુઆરીથી જીએસટીની ટકાવારી વધારવાના ર્નિણયનો વિરોધ કર્યો હતો.

ગુજરાત દ્વારા પ્રસ્તાવિત સિંગલ એજન્ડાને લઈને મળેલી જીએસટી કાઉન્સિલની ૪૬મી બેઠકમાં આખરે કાપડ પર જીએસટી વધારવાના ર્નિણયને મુલતવી રાખવામાં આવ્યો હતો.

કારણ કે જુદા જુદા રાજ્યોમાં અનેક ટેક્સટાઈલ એસોસિએશન અને વેપારી મંડળો દ્વારા પણ આ દર વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સરકાર દ્વારા તેમની માગણી ધ્યાને રાખવામાં આવી હતી જાેકે બૂટ-ચપ્પલ મામલે જીએસટી કાઉન્સિલ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી તેમજ વધારવામાં આવેલા ટેક્સને ન તો પાછો લેવામાં આવ્યો છે ન સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ આ બેઠક જાન્યુઆરીમાં થવાની હતી. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં રુ. ૧૦૦૦થી નીચેના રેડીમેડ કપડાં અને શૂઝ પર ટેક્સ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જાેકે આજની મીટીંગમાં રેડીમેઈડ ગાર્મેન્ટ પરનો વધેલો ટેક્સ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પરંતુ એક હજારથી નીચેના જૂતા અને ચપ્પલ પર ૧ જાન્યુઆરીથી પાંચના બદલે ૧૨ ટકા ટેક્સ લાગશે.

ગુજરાતના ટેક્ષટાઈલ વેપારીઓએ કાપડ ઉપર જીએસટીના વધારાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે સરકારના ર્નિણયના વિરોધમાં અમદાવાદના ૫૦૦૦૦ કાપડના દુકાનદારો ૧૦૦થી વધુ કાપડ માર્કેટ અને મહાજન સાથે સંકળાયેલા વેપારીઓ, પ્રોસેસ હાઉસ સંચાલકો, રેડીમેડ ગારમેન્ટના વેપારીઓએ બંધ પાળ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે તમામ વેપારીઓ અને દુકાનદારો પોતપોતાની પેઢી કે દુકાન આગળ તથા માર્કેટ આગળ જીએસટીના કાળા કાયદાના વિરોધ કરતાં બોર્ડ સાથે મૌન વિરોધમાં જાેડાયા હતા.

સુરત, રાજકોટ, વડોદરા સહિત દેશભરના તમામ શહેરોમાં ૧૨ ટકા જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓ એકસાથે રોડ પર ઉતરી આવતા સરકાર ચિંતિત બની હતી. કાપડ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં નહીં આવે તો ૧લી જાન્યુઆરીથી કોઈ વેપારી ૧૨ ટકા જીએસટી સાથેનું બિલ બનાવશે નહીં તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.