Western Times News

Gujarati News

ભારતે ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન લોન્ચ કરી દીધી

નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાનના છાશવારે અટકચાળાના કારણે ભારત હવે ઝડપભેર નવા હથિયારો ખરીદી રહ્યુ છે કે બનાવી રહ્યુ છે.
ભારતે પોતાની ત્રીજી મહાવિનાશક ન્યુક્લિયર પાવર્ડ સબમરિનને ચૂપચાપ લોન્ચ કરી દીધી છે.અરિહંત ક્લાસની આ ત્રીજી ન્યુક્લિયર સબમરિન છે.તેને ૨૩ નવેમ્બરે ભારતે પોતાના વિશાખાપટ્ટનમ ખાતેના ગુપ્ત શિપ યાર્ડમાંથી લોન્ચ કરી હતી.આ સબમરિન ૭૦૦૦ ટનની છે.

અરિહંત ક્લાસની બે સબમરિનો અરિઘાત અને અરહિંતને પહેલા જ ભારત લોન્ચ કરી ચુકયુ છે.બ્રિટનના એક ડિફેન્સ મેગેઝિને સેટેલાઈટ તસવીરોના આધારે દાવો કર્યો છે કે, આ સબમરિનને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી છે.

મેગેઝિને દાવો કર્યો છે કે, અગાઉની બે ન્યુક્લિયર સબમરિન કરતા આ સબમરિન વધારે મોટા કદની છે.તેનુ વજન ૭૦૦૦ ટન જેટલુ છે.તેમાં મિસાઈલ લોન્ચ કરવા માટેની આઠ ટ્યુબ છે.અગાઉની સબમરિન અરિહંતમાં ચાર ટ્યુબ હતી.નવી સબમરિન એક સાથે ૨૪ બેલાસ્ટિક મિસાઈલ લઈ જઈ શકે છે અને લોન્ચ કરી શકે છે.તેની મારક ક્ષમતા ૩૫૦૦ કિલોમીટર સુધીની છે. ભારત સબમરિનો માટે ખાસ પ્રકારના કે-૪ મિસાઈલ બનાવી રહ્યુ છે.

જેનુ પણ બહુ જલ્દી પરિક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.ભારત બહુ જલ્દી પોતાની ન્યુક્લિયર સબમરિનો થકી દરિયાના પેટાળમાં હજારો કિલોમીટર દુર રહીને પણ પાક અ્‌ને ચીનને ટાર્ગેટ કરવાની ક્ષમતા કેળવી લેશે. ભારત પર પરમાણુ હુમલો થાય તેવા સંજાેગોમાં આ સબમરિનો થકી ભારત પણ વળતો પરમાણુ હુમલો કરી શકશે.

ભારતના ન્યુક્લિયર સબમરિન પ્રોગ્રામમાં રશિયાએ પણ મદદ કરી છે.ભારતની યોજના છે કે, આવી ચાર સબમરિનને નૌકાદળમાં સામેલ કરવી.નવી સબમરિનના પરમાણુ રિએક્ટરને પણ વધારે બહેતર બનાવાયુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.