Western Times News

Gujarati News

આર્થિક પરીસ્થિતિથી કંટાળી પોતાનાં જ અપહરણનું નાટક કરનાર જયપુરથી પકડાયો

નરોડાનો યુવક ચાર વખત તાન્ઝાનિયા જઈ આવ્યો હતો છેલ્લે કોરોના વકરતાં ધંધો પડી ભાંગ્યો

(સારથી એમ.સાગર) અમદાવાદ, કોરોનાની મહામારીએ ઘણાં લોકોની આર્થિક પરિસ્થિતિ બદલી નાખી છે જેના પગલે હતાશામાં આવીને નાગરીકો ન ભરવાના પગલાં ભરી રહયાં છે ત્યારે નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકની પરિસ્થિતિ ખરાબ થતાં તેણે પોતાના જ અપહરણનું નાટક રચ્યા બાદ પોતાનું જ મર્ડર પણ થઈ ગયાનું ઘરે જણાવ્યું હતું અને આ સમય દરમિયાન તે ભારતના વિવિધ રાજયોમાં ફરતો રહયો હતો પોલીસ ફરીયાદ થતાં યુવકના અપહરણ અંગેની ઘટનાની ગંભીરતા સમજીને ક્રાઈમબ્રાંચ તુરંત સક્રીય થઈ હતી અને તપાસ દરમિયાન યુવકને જયપુરથી જીવતો પકડી લાવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે રવિ નરેશભાઈ પંડ્યા આશીર્વાદ એવન્યુ, હરીદર્શન ચાર રસ્તા પાસે નવા નરોડા ખાતે રહે છે ૩૩ વર્ષીય રવિ હાલમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે સોમવારે રવિ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા જઉં છું કહીને નીકળ્યો હતો.

જાેકે ઘણો સમય છતાં રવિ પરત આવ્યો નહતો પરંતુ તેના માતા-પિતા અને પત્નીનો ઉપર ફોન, મેસેજ તથા વોટસએપ કોલ કરી અજાણી વ્યકિતએ રવિને મારી નાખવાની ધમકીઓ આપી હતી જેના પગલે ગભરાયેલા રવિના પિતા નરેશભાઈએ નરોડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો યુવાનના અપહરણની ઘટનાની જાણ થતાં શહેર ક્રાઈમબ્રાંચ પણ સક્રીય થઈ હતી અને પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમને તપાસ સોંપવામાં આવતા તેમણે રવિનાં ઘરથી તપાસ શરૂ કરી હતી બાદમાં ટેકનીકલ સર્વેલન્સને આધારે એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા જયાં તપાસ કરતાં જયપુરના એસ.ટી. ડેપો નજીક રવિને એકલો ફરતાં જાેઈ ટીમ તેને અમદાવાદ લઈ આવી હતી.

ચાર વખત તાન્ઝાનિયા ગયો, છેલ્લે દેવું કરી પરત આવ્યો
અમદાવાદ લાવીને પુછપરછ કરતાં રવિ એ જણાવ્યું હતું કે પોતે ઓકટોબર ર૦ર૦માં તાન્ઝાનિયા ગયો હતો જયાં કોમોડીટી વસ્તુઓનો વેપાર કરતો હતો. તાજેતરમાં કોરોના વકરતા તેને ધંધાકીય નુકસાન થયું હતું અને તાન્ઝાનિયામાં નિર્વાહ પણ પુરો થતો નહતો તેની પાસે ભારત પરત ફરવાના પણ રૂપિયા ન રહેતાં પિતા નરેશભાઈએ બે લાખની સગવડ કરી હતી જેથી તે જુન ર૦ર૧માં પરત ફર્યો હતો. તે અગાઉ રવિ વર્ષ ર૦૧૧, ર૦૧૩ અને ર૦૧૭માં પણ તાન્ઝાનિયા ખાતે જઈ આવ્યો હતો.

આર્થિક પરીસ્થિતિની કંટાળી અપહરણનું નાટક કર્યુ
ભારતમાં ખાનગી કંપનીમાં નજીવો પગાર હતો જેમાં જીવન નિર્વાહ પણ બરાબર ચાલતુ નહોતું ઉપરાંત ઉછીના લીધેલાં બે લાખ પણ પરત આપવાના હતા તે પણ ચુકવી ન શકતા અઘટીત પગલું ભરવાના ઈરાદે તે સોમવારે બહાનું કરી ઘરેથી નીકળ્યો હતો અને બસમાં જાેધપુર, જયપુર, દિલ્હી અને જમ્મુ થઈ એ જ રીતે પાછો જયપુર આવ્યો હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.