Western Times News

Gujarati News

ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ઓમિક્રોનના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. સંક્રમણનો રેટ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જાે કે હાલની સ્થિતિ જાેતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચે હશે. જાે કે ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે. આ અંગે જણાવતા કેન્દ્રની કોર કમિટીમાં રહેલા ડોક્ટર દિલિપ માવલંકરે જણાવ્યું કે, કોરોનાના આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી.

આ અંગે તેમણે જણાવ્યું કે, સાઉથ આફ્રિકાની સ્થિતિ ઓમિક્રોનનાં કારણે થોડી ગંભીર છે. તેનાથી વધારે વસતી ગુજરાતની છે. જે ઝડપે કોરોના વધી રહ્યો છે તે જાેતા ફેબ્રુઆરીમાં કોરોના ટોચ પર હશે. જ્યારે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના પુરો થશે તેવા ટોચનાં ત્રણ રાજ્યોમાં હશે. આ વખતે કોરોનાના આંકડા રેકોર્ડ સ્થાપિત કરશે. આ કોરોનાનો ચોથો વેવ હશે. જાે કે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે.

જાે કે આ કોરોનાના આંકડામાં કોવિડ અને ઓમિક્રોનના કેસ કેટલા છે તે જાણ્યા બાદ જ ટ્રેન્ડની ખબર પડશે. ઓમિક્રોનનાં ટેસ્ટ ઓછા થઇ રહ્યા હોવાથી હાલ ટ્રેન્ડ સ્પષ્ટ નથી થઇ રહ્યો તેવું પણ તેમણે જણાવ્યુંહ તું. જાે કે સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું કે, હાલ ઓમિક્રોનનાં કુલ કેસ પૈકી અડધા કેસ અમદાવાદમાં છે. આગામી દોઢ મહિનામાં કોરોના પોતાના પીક પર હશે. ત્યાર બાદ ડાઉનફોલ આવશે.

જાે કે સૌથી સકારાત્મક સમાચાર છે કે, પેન્ડેમિકમાં સામાન્ય રીતે પેન્ડેમિકમાં ચાર વેવ હોય છે. અમદાવાદમાં તો ચોથી વેવ છે. અહીં પહેલા વેવ એપ્રિલ ૨૦૨૦માં, બીજી દિવાળી ૨૦૨૦ માં અને ત્રીજી એપ્રિલ ૨૦૨૧ આવી હતી. આ દિવાળી ૨૦૨૧ માં સામાન્ય સ્થિતિ રહી હતી. હવે કદાચ આ છેલ્લો વેવ હોય તેવી શક્યતા છે. જેથી આ સકારાત્મક સમાચાર કહી શકાય. આ વેવ બાદ કોરોનાનો એક પણ વેવ નહી આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મોટી મહામારીઓ અત્યાર સુધી આ જ પેટર્નથી ચાલી હોવાનું કોરોનામાં પણ આ પેટર્ન ચાલે તેવી શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.