Western Times News

Gujarati News

૨૦ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોને ગાંધીનગર LCBએ ઝડપ્યા

ગાંધીનગર LCBએ બે ચેઇન સ્નેચરને ઝડપી પાડયા

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભૂતકાળમાં ચેઇન સ્નેચિંગ ના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર બે ઇસમોને ગાંધીનગર એલસીબી ટીમ દ્વારા કલોલ ખાતેથી પકડી અમદાવાદ શહેર- ૧૦ અમદાવાદ ગ્રામ્ય -૬ તથા ગાંધીનગર જિલ્લા- ૪ મળી કુલ- ૨૦ ચેઇન સ્નેચિંગના ગુનાઓ શોધી કુલ રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલા ટીવીએસ બાઈક કિંમત રૂપિયા ૫૦૦૦૦ કબજે કર્યું છે બે ઇસમોને ઝડપી ગાંધીનગર એલસીબી પોલીસે સંખ્યાબંધ ગુનાઓનો ભેદ ઉકેલી દીધો છે.

અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક ભૂતકાળથી ચેઇન સ્નેચિંગના બનાવો બની ગયા હતા ત્યારે ગુનાઓ કરતા ઈસમોને પકડી ગુનાઓ શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઈ.જી.પી અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સુચના આપવામાં આવી હતી

ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી ઝાલા તથા કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર આર આર પરમાર ની ટીમએ અમુક વિસ્તારમાં વોચ તથા પેટ્રોલિંગ કરી ભૂતકાળમાં ચેઈન સ્નેચીંગના ગુના આચરતા હોય તેવા ઇસમોને પકડી પાડવા એલસીબી પો.સ.ઇ. વી કે રાઠોડ ,ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ, વિજયસિંહ ,અનુપસિંહ બળવંતસિંહ,

ગોવિંદભાઈ કનુભાઈ વિગેરે એ કલોલ સ્ટેશન રોડ તરફ જતા એક નંબર પ્લેટ વગરના કાળા કલરના ટીવીએસ બાઈક સાથે બે ઇસમોને પકડ્યા હતા જ્યારે બંને ઇસમોના નામ પુછતાં જેમાં(૧) સલાઉદ્દીન સરફુદ્દીન સૈયદ, રહે -બી ૫૦૩, અકિલા હાઈટસ, ફતેવાડી, સરખેજ,અમદાવાદ તથા (૨) મઝહર અકબરભાઈ વોરા ,રહે -ફ્લેટ નંબર ૧૨, શાહપુર મિલ કમ્પાઉન્ડ, શાહપુર ,

અમદાવાદ ને પકડી જે ઇસમો જાેડે બાઈક પર સફેદ કલરની પ્લાસ્ટિકની કોથળીમાં જાેતા સોનાની ચેઇન તથા મંગળસૂત્ર કુલ- ૧૭ નંગ દાગીના મળી આવ્યા હતા જેથી પૂછપરછ કરતા બંને એ ઇસમોએ બાઈક ઉપર રસ્તે આવતી જતી મહિલા ઓના ગળામાંથી ચેઇન તથા મંગળસૂત્ર તોડીને ભાગી જતા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરેલા તેવી કબુલાત કરી હતી

તેમજ ઈસમો પાસેથી જે બાઈક નંબર પ્લેટ વગરનું હતું તેની એન્જિન ચેચીસ ના આધારે જાેતા નંબર જીજે- ૦૧- યુએન -૭૨૫૩ હોય એ સોનાની ચેઇન તથા મંગળ સૂત્રો મળી કુલ ૧૫ લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલી બાઇક કિં.રૂ.૫૦૦૦૦ સહિત કબજે કરવામાં આવેલ હતું અગાઉ પણ ભૂતકાળમાં આ આરોપીઓ અનેક ગુનાઓમાં પકડાયેલા હતા હાલ બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.