Western Times News

Gujarati News

સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી 9 સીટર પ્લેનમાં દૈનિક ફ્લાઈટ શરૂ

Venyura AirConnect to resume intra-state flights from #Surat

સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો પ્રારંભ થયો-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ શરૂ થઈ-એક મહિના માટે એકસમાન રૂ.1999 ટિકિટ દર રખાયો 

સુરત, નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. airline will serve the people of Surat to Amreli, Bhavnagar, Rajkot and Ahmedabad.

જેના ભાગરૂપે આવતીકાલ તા.૧લી જાન્યુ.એ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ સેવાનો શુભારંભ કરાયો હતો.

મંત્રી મોદીએ ઉમેર્યુ કે, નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે શનિવારે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રીવિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જાેડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ,

સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.

રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જાેઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જાેય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે શનિવાર તા. 01-01-2022ના રોજ  શુભારંભ થયો હતો.

આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે. તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવહારિત શુકલા, જિલ્લા કલેક્ટરઆયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક, નાગરિક ઉડ્ડયન અને  ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.