Western Times News

Gujarati News

નિયતિએ સફેદ વાળ છુપાવાને બદલે બતાવવા પર વખાણ થયા

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર દિલીપ જાેષીની દીકરી નિયતિના ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં લગ્ન થયા છે. લગ્ન બાદ નિયતિની તસવીરો સામે આવી હતી જેમાં તેના સફેદ વાળે ધ્યાન ખેંચ્યું હતું. માથામાં એક પણ સફેદ વાળ દેખાય તો લોકોને ટેન્શન થઈ જાય છે અને વધારે હોય તો કલર કરીને કાળા કરી દે છે. એમાંય જાે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો તો ભૂલ્યા વિના વાળમાં કલર કે મહેંદી લગાવીને તેને રંગી નાખવામાં આવે છે.

પરંતુ નિયતિ જાેષીએ પોતાના સફેદ વાળ છુપાવાના બદલે તેને ગર્વથી બતાવ્યા હતા. નિયતિ જાેષીના આ ર્નિણયના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા. હવે આ મુદ્દે દિલીપ જાેષીએ વાત કરી છે. ઈન્ટરવ્યૂમાં દિલીપ જાેષીએ કહ્યું, લગ્નમાં પણ નિયતિ સફેદ વાળ રાખીને તેની સામે અમને ક્યારેય કોઈ સમસ્યા હતી જ નહીં. અમે કલ્પના નહોતી કરી કે લોક આ પ્રકારે પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં આ મુદ્દો ક્યારેય ચર્ચાનો વિષય બન્યો જ નથી.

જે જેમ છે તેમ જ બરાબર છે. નિયતિના ર્નિણય પર લોકોએ હકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને મને આનંદ છે કે તે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. મને લાગે છે કે આ રીતે જ આપણે હોવું જાેઈએ, આપણે મુખોટું ચડાવી લેવાને બદલે જેવા છીએ તેવા જ દેખાવું જાેઈએ. દિલીપ જાેષીની દીકરીના લગ્ન લાઈમલાઈટથી દૂર રહ્યા હતા અને જ્યારે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી ત્યારે તેને (નિયતિ)ને આશ્ચર્ય થયું હતું.

દિલીપ જાેષીએ કહ્યું, “શરૂઆતમાં જ્યારે લોકો તેના વિશે ચર્ચા કરવા લાગ્યા ત્યારે તેને ઝટકો લાગ્યો હતો કારણકે તેને લાઈમલાઈટથી દૂર જ રહેવું પસંદ છે. પરંતુ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે જેને આપણે કંટ્રોલ નથી કરી શકતાં. કંઈ નહીં, આ હકારાત્મક બાબત હતી અને અમને તેની સામે કોઈ વાંધો નથી.

જાે આ વાતે લોકોને પ્રેરણા આપી હોય તો તે ખૂબ સારું છે. જેઠાલાલ તરીકે પ્રખ્યાત દિલીપ જાેષીએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૯માં ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ દ્વારા કરી હતી. ત્યારબાદ તેઓ અનેક ફિલ્મોમાં નાના-મોટા રોલ કરી ચૂક્યા છે. જાેકે, ટીવી ઈન્ડસ્ટ્રી તેમના માટે ગેમ-ચેન્જર સાબિત થઈ.

આ જ માધ્યમે તેમને ઘણું આપ્યું છે. દિલીપ જાેષી છેલ્લા ૧૩ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ કરી રહ્યા છે. ત્યારે તેઓ આ શોને કારણે કોઈ નવો પ્રોજેક્ટ ના લઈ શકવાને કારણે કંટાળી ગયા છે? જવાબ આપતાં તેમણે કહ્યું, “આ કોમેડી શો છે અને આ શોનો અનુભવ મજેદાર છે.

એટલે જ્યાં સુધી મને મજા આવશે ત્યાં સુધી હું કરીશ. જે દિવસે એવું લાગશે કે હવે મજા નથી આવતી ત્યારે આગળ વધી જઈશ. મને અન્ય શોની ઓફર મળે છે પરંતુ મને લાગે છે કે આ શો સારો ચાલી રહ્યો છે તો પછી શું કામ તેને છોડીને બીજું કંઈ કરવું. લોકોએ અમને અઢળક પ્રેમ આપ્યો છે તો હું શા માટે તેને વિના કારણે વેડફી નાખું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.