Western Times News

Gujarati News

હોલીવુડની દિગ્ગજ અભિનેત્રી બેટી વ્હાઇટનું ૯૯ વર્ષની વયે નિધન

વોશિગ્ન, હોલીવુડની પીઢ અભિનેત્રી બેટી વ્હાઇટનું નિધન થયું છે. તેણી ૯૯ વર્ષની હતી છેલ્લા ૬૦ વર્ષથી તેમણે ટીવીને મુખ્ય આધાર બનાવ્યો હતો. બેટી વ્હાઈટે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત ‘ધ ગોલ્ડન ગર્લ્સ’ અને ‘ધ મેરી ટાયલર મૂર શો’થી કરી હતી. તે ટીવીના ઈતિહાસમાં સૌથી વધુ કામ કરનાર અભિનેત્રી રહી છે. તેમના અવસાનથી હોલીવુડમાં શોકનો માહોલ છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને ટિ્‌વટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

બેટી વ્હાઈટે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત ‘ધ ગોલ્ડન ગર્લ્સ’ અને ‘ધ મેરી ટાયલર મૂર શો’થી કરી હતી. બેટીની ગણતરી હોલિવૂડની એ અભિનેત્રીઓમાં થાય છે, જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાની ઓળખ બનાવી અને સિનેમાને નવો લુક આપ્યો. તેમના જન્મદિવસના ૧૮ દિવસ પહેલા જ તેમનું અવસાન થયું હતું. બેટી ૧૭ જાન્યુઆરીએ ૧૦૦ વર્ષની થઈ ગઈ હશે.

ટીએમઝેડના અહેવાલ મુજબ, અભિનેત્રીએ શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે તેના ઘરે અંતિમ શ્વાસ લીધા. બેટીએ ૮૦ના દાયકામાં ટેલિવિઝન શોમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટીએ ૧૯૩૯માં વ્યાવસાયિક રીતે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દરમિયાન તેણે લોકપ્રિય ટીવી શો ‘ધ ગોલ્ડન ગર્લ’માં રોઝ નાયલેન્ડનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી.

આ શ્રેણી ૧૯૮૫ થી ૧૯૯૨ સુધી ચાલી હતી. બેટી વ્હાઇટ પણ તેના નામે એક રસપ્રદ રેકોર્ડ ધરાવે છે. તેણીના નામ પર ૧૧૫ અભિનય ક્રેડિટ્‌સ પણ છે અને તે ‘ધ બોલ્ડ એન્ડ ધ બ્યુટીફુલ’, લેડીઝ મેઈન, ધેટ ૭૦ શો, બોસ્ટન લીગલ, હોટ ઇન ક્લેવલેન્ડ, જેવા ઘણા શોનો ભાગ હતી.તેમના નિધન પર શોક વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને તેમને ખૂબ જ મીઠી મહિલા ગણાવી છે. તેમણે ટિ્‌વટ કર્યું કે, તે અને જીલ (અમેરિકાની ફર્સ્‌ટ લેડી) બેટી વ્હાઇટને ખૂબ જ મિસ કરશે, તેમણે ઉમેર્યું કે, બેટીએ તેમના બાળપણથી જ અમેરિકન નાગરિકો માટે સ્મિત લાવવાનું કામ કર્યું છે.

બેટી વ્હાઇટને પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્‌સ, અમેરિકન કોમેડી એવોર્ડ્‌સ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્‌સ અને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેમની શાનદાર કારકિર્દી અને હોલીવુડ સિનેમામાં તેમના યોગદાન માટે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.