Western Times News

Gujarati News

એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમનું યુનિટ પંજાબમાં સ્થાપિત કરાયું

ચંદીગઢ, ભારતે રશિયા પાસેથી ખરીદેલી અત્યાધુનિક એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની પહેલી ખેપ તાજેતરમાં જ ભારત પહોંચી હતી.
હવે મળતી જાણકારી પ્રમાણે તેના પહેલા યુનિટને પંજાબમાં તૈનાત કરવામાં આવ્યુ છે.પંજાબમાં વાયુસેનાના પાંચ પૈકીના એક બેઝ પર આ સિસ્ટમ તૈનાત કરવામાંઆવી છે.આ બેઝ પાકિસ્તાન સરહદની સૌથી નજીક છે. આ એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતીના પગલે ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થયો છે.એસ-૪૦૦ સિસ્ટમ ૪૦૦ કિલોમીટર દુરથી કરવામાં આવેલા કોઈ પણ હુમલાને નિષ્ક્રિય કરી શકે છે.

પાકિસ્તાન સાથે યુધ્ધ જેવા સંજાેગોમાં આ સિસ્ટમના કારણે પાકિસ્તાની વાયુસેનાના વિમાનો પંજાબના આકાશમાં ઘૂસતા પહેલા બે વખત વિચાર કરશે.
ભારતે આ સિસ્ટમ માટે રશિયા સાથે પાંચ અબજ ડોલરનો સોદો કર્યો છે.એસ-૪૦૦ ખરીદવા સામે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી.આમ છતા ભારત આ સોદા પર મક્કમ રહ્યુ હતુ.

એસ-૪૦૦ સિસ્ટમને ઓપરેટ કરવા માટે ભારતીય વાયુસેનાના અધિકારીઓ તેમજ જવાનોને રશિયા દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.
આ સિસ્ટમ દુશ્મનના વિમાનો, મિસાઈલને ૪૦૦ કિમી,૨૫૦ કિમી ,૧૨૦ કિમી અને ૪૦ કિમી દુરથી ખાતમો બોલાવવા સક્ષમ છે.આ માટે તેમાં અલગ-અલગ ચાર પ્રકારના મિસાઈલ્સ હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.