Western Times News

Gujarati News

કોરોનાના ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૨૨,૭૭૫ મામલા, ઓમિક્રોનના ૧૪૩૧ મામલા

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ફરીથી રોજના મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૨, ૭૭૫ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૦૬ લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના મામલા ૧૪૩૧ની પાસે પહોંચી ગયા છે.

દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણના મામલા આવવાની સાથે ઓમિક્રોનના પણ વધારે કેસ નોંધવામાં આવી રહ્યા છે. આના કારણે મહારાષ્ટ્રમાં અનેક નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના સંક્રમણના મામલા હવે સ્પીડ પકડી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૨, ૭૭૫ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૦૬ લોકોના મોત થયા છે. ત્યારે ઓમિક્રોનના કેસ વધીને ૧૪૩૧ થઈ ગયા છે. આ વેરિએન્ટ ૨૩ રાજ્યોમાં ફેલાયા છે. દિલ્હીની વાત કરીએ તો આ શુક્રવારે ૨૨ મે બાદ એક દિવસમાં કોરોનાના કેસ સૌથી વધારે ૧૭૯૬ નવા મામલા સામે આવ્યા છે.

દિલ્હીમાં ૩૨૦ ઓમિક્રોનના કેસ આવ્યા છે. જાે કે આ દરમિયાન કોઈ સંક્રમિતના મોત નોંધાયા નથી. દિલ્હીમાં સંક્રમણ દર પણ વધીને ૨.૪૪ ટકા સુધી પહોંચી ગઈ છે. ત્યારે શુક્રવારે રાતે જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાના ૮૦૬૭ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ૪ નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ત્યારે ૮ લોકોના મોત થયા છે.

મુંબઈમાં શુક્રવારે કોરોનાના ૫૬૩૧ નવા મામલા સામે આવ્યા છે. . ગત દિવસોની સરખામણીએ નવા મામલામાં ૫૩ ટકાની વૃદ્ધિ નોંધાયી છે. મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના ૫૬૩૧ નવા મામલા સામે આવ્યા. ગત દિવસોની સરખામણીએ નવા મામલામાં ૫૩ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.