Western Times News

Gujarati News

ત્રિકોમાલીમાં ૧૪ તેલ ટેન્ક ભારતને લીઝ પર આપવા માટે સહમત

નવીદિલ્હી, શ્રીલંકા પોતાના પૂર્વી જિલ્લા ત્રિકોમાલીમાં સ્થિત દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેલ ટેન્ક પરિસરમાં ૧૪ તેલ ટેન્ક ભારતને ૫૦ વર્ષ માટે ફરી પટ્ટા પર આપવા માટે તૈયાર થઇ ગયું છે. શ્રીલંકાના ઉર્જા મંત્રી ઉદય ગેમ્મપિલાએ શુક્રવારે કહ્યું કે આ તેલ ટેન્ક ફાર્મમાં સ્થિત ૯૯ ટેન્કમાંથી ૧૪ તેલ ટેન્ક ભારતને પટ્ટા પર આપવા માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે. આ પટ્ટાનો સમય ૫૦ વર્ષ રાખવા માટે રાજી થયા છે.

એમણે કહ્યું કે આ કરાર પર શ્રીલંકાઈ મંત્રીમંડળની મંજૂરી મળ્યા પછી આવતા સપ્તાહમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર વર્ષ ૨૦૦૨માં થયેલ જુના કરારનો જ વિસ્તાર હશે જે ભારતની સાર્વજનિક તેલ કંપની ઇન્ડિયન ઓઇલના સ્થાનીય ઓપરેટર LIOCએ શ્રીલંકા સરકાર સાથે કર્યો છે.

ભારતે શ્રીલંકામાં આ વ્યૂહાત્મક તેલ સંગ્રહ સંકુલમાં ઓઇલ ટેન્ક લીઝ પર લેવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોમ્પ્લેક્સનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ માટે તેલ પુરવઠાના આધાર તરીકે થતો હતો. જેમનપિલાએ જણાવ્યું હતું કે ડીલ હેઠળ, LIOC પરિસરમાં સ્થિત ૯૯ ઓઇલ ટેન્કમાંથી માત્ર ૧૪ પર નિયંત્રણ મેળવશે. તેમણે જણાવ્યું હતું કે LIOC અને સ્થાનિક તેલ કંપની CPC વચ્ચેના સંયુક્ત સાહસ, Trinco Petroleum Terminals Limited દ્વારા કુલ ૬૧ ટેન્કનું સંચાલન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.