Western Times News

Gujarati News

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ત્રણનાં મોત,

ચેન્નાઇ, નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલા દર્દનાક અકસ્માતના સમાચાર પણ પૂરેપૂરા જાહેર થયા ન હતા કે તમિલનાડુમાં વધુ એક દુર્ઘટનાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ હાલ સુધી પોલીસ અને ફાયર વિભાગની રાહત કામગીરી સ્થળ પર ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ કહ્યું કે આ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.

શનિવારે સવારે ઇદ્ભફસ્ ફટાકડાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે બહુવિધ વિસ્ફોટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા સાત ગોડાઉન અને શેડ ધરાશાયી થયા હતા, પોલીસે જણાવ્યું હતું. ફટાકડા અને અત્યંત જ્વલનશીલ રસાયણોનો વિશાળ સ્ટોક હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ કેમિકલને હેન્ડલ કરતી વખતે ઘર્ષણને કારણે થયો હતો, જેના પરિણામે મોટાપાયે આગ લાગી હતી. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ઘાયલોને સારવાર માટે શિવકાશીની સરકારી હોસ્પિટલના સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ મહેસૂલ અને પોલીસ અધિકારીઓ સલામતી ધોરણોનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તે જાણવા માટે ફેક્ટરી પહોંચ્યા છે. ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલ તો પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.