Western Times News

Gujarati News

૨૬ પાર્ટનર દેશ,૧૫ ફોરેન મિનીસ્ટર અને ૪ ફોરેન ગવર્નર વાઇબ્રન્ટ ગુજરાત માં જોડાશે

FILE

ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ ૧૦ થી ૧૨મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.

સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર,વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડા પ્રધાન શ્રી મિખાઇલ મિશુસ્ટિન,મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડા પ્રધાન શ્રી પ્રવિંદ જુગનાથ,નેપાળના વડાપ્રધાન શ્રી શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડા પ્રધાન શ્રી જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૨૬ દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જાેડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જાેડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે.

અગ્રણી દેશો જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, જાપાન , રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે ઉપરાંત, હજુ વધુ દેશો જાેડાઇ રહ્યા છે. અને આ દેશો રાજયમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન બનાવે છે.

હાલના કપરાકાળ વચ્ચે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે.

આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્‌ડ ),ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન નયારા એનર્જી લિ.,તોશિહિરો સુઝુકીૈ (સુઝુકી મોટર કોર્પ ), ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી (આરઆઈએલ), ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ ), કે એમ બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન.ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ), અને હર્ષ ગોએન્કા (ઇઁય્ ગ્રુપ) ખાસ હાજરી આપશે, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્ત્મનિભરભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.