Western Times News

Gujarati News

એકતા એપાર્ટમેન્ટમાં ફરી ધાબાનો ભાગ ધરાશાયી: ૬ લોકોનાં મોત

અમદાવાદ, હાટકેશ્વર અમરાઈવાડી વિસ્તારના હાઉસિંગ બોર્ડના એકતા એપાર્ટમેન્ટમાં ધાબાનો ભાગ ફરી એક વાર ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ધાબાનો સ્લેબ તૂટવાની ઘટના બની હતી. ગુરુવારના રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ બ્લોક નં ૧૪/૩૩૦માં એકાએક ધાબાનો ભાગ ધડાકાભેર ધરાશાયી થતા સ્થાનિકો બિલ્ડિંગ છોડી બહાર આવી ગયા હતાં. ધાબાનો ભાગ ધરાશાયી થયો તે સમયે મકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્લેબ પડવાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા મંજૂર થયેલ રિડેવલપમેન્ટ વહેલાસર શરૂ કરવાની માગ ઉઠી છે.

સરકારી હાઉસિંગના ૩૫ વર્ષ જૂના બાંધકામના મકાનોમાં અવારનવાર ધાબાનો ભાગ પડવાની તેમજ પ્લાસ્ટર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પ્રકારની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત પણ થયા છે તેમજ ૩૫થી વધુ લોકો ઇજા પણ પામ્યા છે. તંત્ર દ્વારા પણ આ એપાર્ટમેન્ટને જાેખમી દર્શાવી દેવાયા છે, આ સાથે રિ- ડેવલપમેન્ટ મંજૂરી મળી ગઈ છે.

પરંતુ કામગીરીની શરૂઆત કરવામાં આવતી ના હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. મકાનો જાેખમી બનતાં ઘણાં લોકો અન્ય જગ્યા પર ભાડુ ચૂકવી રહેવા મજબૂર બન્યા છે. તંત્ર વહેલી તકે રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરે તેવી માગ ઊઠવા પામી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.