Western Times News

Gujarati News

બે મામલતદારો અણિયોર ગામની એક ઓરડીમાંથી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા

Files Photo

હિંમતનગર, અરવલ્લીમાં થર્ટી ફર્સ્‌ટના દિવસે દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અગાઉથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા અરવલ્લીના માલપુર અને બાયડના બે મામલતદારો અણિયોર ગામની એક ઓરડીમાંથી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ મુદ્દે ડીવાય એસપીની ટીમે તમામને ઝડપી લઇને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરને કાર્યવાહી હાથ ધરી હતી. આ મુદ્દે મહેસુલમંત્રીએ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંન્ને નાયબ મામલતદારો વિરુદ્ધ ખાતાકીય પગલા ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

મળતી વિગતો અનુસાર અણિયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં ૩૧ ડિસેમ્બરે દારૂની મહેફીલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જાે કે પ્રાથમિક દ્રષ્ટીએ કંઇ ન હોવાનું માલુમ પડ્યું હતું.

પરંતુ પાછળ રહેલી એક ઓરડીમાં લાઇટ ચાલુ હોવાનું જણાતા ઓરડીમાં જઇને પોલીસ તપાસ કરતા ચાર લોકો ખુબ જ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચારેય લોકો ખુબ જ પીધેલી હાલતમાં હતા. બોલી પણ શકતા નહોતા. તેમના આઇડીના આધારે તપાસ કરતા જૈમિન પટેલ અને નિલેશ પટેલ નામના બે વ્યક્તિ ઉચ્ચ અધિકારી હોવાનું સામે આવ્યું હતું.

બંન્નેની વધારે તપાસ કરતા બંન્ને નાયબ મામલતદાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ પણ ઝડપાઇ હતી. પોલીસે તમામને ઝડપીને પ્રોહિબિશન એક્ટ અંતર્ગ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.