Western Times News

Latest News from Gujarat

ઓમિક્રોનના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે મ્યુનિ. તંત્ર અવઢવમાં

છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં દસ ગણો વધારો: ૭૦૦ શાળાના ર.પ૦ લાખ બાળકોને વેકસીન આપવાનું આયોજન

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,અમદાવાદ શહેરમાં કોરોના એ ફરીથી માથુ ઉચક્યુ છે તેમજ લગભગ સાત મહીના બાદ કેસની સંખ્યા પ૦૦ ને પાર કરી ગઈ છે. મ્યુનિ. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે પરંતુ તે અપુરતા સાબિત થઈ રહયા છે. જયારે ઓમિક્રોનના દર્દીઓને હોસ્પીટલમાં એડમીટ કરવા કે કેમ ? તે અંગે મ્યુનિ. તંત્રમાં અસમંજસની સ્થિતી જાેવા મળી રહી છે.

શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ કોરોનાના પપ૯ કેસ કન્ફર્મ થયા છે. જેમાં ઓમક્રોનના ૧૧ કેસનો પણ સમાવેશ થાય છે. શહેરમાં ઓમિક્રોનના કુલ પ૦ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી ર૯ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. જયારે બહારગામના ૧૩ દર્દીઓ પણ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઓમિક્રોન વેરીએન્ટના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે મનપામાં વિવિધ મત પ્રર્વતી રહયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કોઈ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવે છે, જયારે તે દર્દીમાં ઓમિક્રોન વાયરસ છે કે કેમ? તેનો રીપોર્ટ લગભગ આઠથી દસ દિવસ બાદ મળે છે. જયારે ઓમિક્રોન રીપોર્ટ પોઝીટીવ મળે છે તે સમયે દર્દી સાજા થઈ ગયા હોય છે તથા તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ પણ આવી ગયો હોય છે.

આવા સંજાેગોમાં ઓમિક્રોન દર્દીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે તે કેટલુ યોગ્ય છે ? મ્યુનિ. કમિશ્નરના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પણ આ મુદ્દે સઘન ચર્ચા થઈ હતી પરંતુ તેનો યોગ્ય જવાબ કોઈની પાસે ન હતો, કોરોના વાયરસના દર્દીઓને ઘરે બેઠા દવા સારવાર મળી રહે તે માટે ધન્વંતરિ અને સંજીવની રથની સેવા યથાવત્‌ છે. મનપા ના હાલ ૬૦ સંજીવની અને પ૦ ધનવંતરિ રથ કાર્યરત છે જયારે ૩ જાન્યુઆરીથી વધુ ૩૦ સંજીવની રથ પણ શરૂ કરવામાં આવશે.

આગામી સોમવારથી ૧પ થી ૧૮ વર્ષની વય ના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવશે. ૧પ થી ૧૮ વય જુથના કિશોરોને શાળામાં જ વેકસીન આપવામાં આવશે. જેના માટે મ્યુનિ. કોર્પોરેશને ઝોન દીઠ તૈયારીઓ પૂર્ણ કરી હોવાના દાવા કર્યા છે. વિવિધ શાળાઓના સંચાલકો સાથે મનપાના અધિકારીઓએ બેઠક કરી મેગા ડ્રાઈવને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે. જાેકે ૩ જાન્યુઆરીથી વેક્સિન આપવા સામે કેટલાક વાલીઓએ વિરોધ વ્યકત કર્યો છે સાત જાન્યુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ સંજાેગોમાં બાળકોને વેકસીનના કારણે તાવ આવે કે અન્ય આડઅસર થાય તેવા સંજાેગોમાં પરીક્ષામાં અસર થઈ શકે છે તેવી દહેશત પણ વ્યકત થઈ રહી છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય અને શહેરી શિક્ષણાધિકારી સાથે ૧પ થી ૧૮ વય જુથના બાળકોની રસીકરણ માટે ખાસ બેઠક કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદાજે ૭૦૦ જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા ર લાખ પ૦ હજાર લાભાર્થીઓને વેકસીન આપવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

બાળકોને ૩ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી દરમ્યાન શાળાઓ દ્વારા નકકી કરવામાં આવેલા પ્લાન મુજબ વેકસીન આપવામાં આવશે. હેલ્થ વિભાગની ટીમ દ્વારા કોવેકસીન રસી આપવામાં આવશે. ૩ જાન્યુઆરીએ ચાંદખેડા વિસ્તારની ખાનગી શાળામાં મ્યુનિ. હોદ્દેદારોની હાજરીમાં મેગા ડ્રાઈવરની શરૂઆત થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અમદાવાદમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. રપ ડીસેમ્બરથી ૧લી જાન્યુઆરી સુધી આઠ દિવસમાં કોરોનાના ૧૭૯૩ કેસ નોંધાયા છે. જયારે છેલ્લા સાત દિવસમાં જ કોરોનાના કેસની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે. શહેરમાં ર૬ ડીસેમ્બરે માત્ર પર કેસ કન્ફર્મ થયા હતા જયારે ૧લી જાન્યુઆરીએ પપ૯ કેસ નોંધાયા છે. આ આંકડાને ચિંતાજનક માનવામાં આવી રહયા છે.

પરંતુ હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને ગંભીર દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી હોવાથી તંત્રને થોડા ઘણા અંશે રાહત છે. જાેકે, ઉતરાયણ બાદ પણ પરિસ્થિતી ગંભીર બની શકે તેવી દહેશત નિષ્ણાતો વ્યકત કરી રહયા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers