Western Times News

Gujarati News

ગાંધીનગરમાં LRD ઉમેદવારોની યોજાનારી શારીરિક કસોટી મોકૂફ

File

વાયબ્રન્ટ સમિટને કારણે ગાંધીનગર મેદાન પર ૧૦, ૧૧, ૧૨ જાન્યુ.એ યોજાનારી શારીરિક કસોટી મોકૂફ

ગાંધીનગર, ગાંધીનગરના મેદાન પર આગામી ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી ન્ઇડ્ઢ ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે ૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. હસમુખ પટેલે ટિ્‌વટ કરીને આ માહિતી આપી છે.

લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, ‘વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલી છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ ૩૧ જાન્યુઆરી, ૧ તથા ૨ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. જ્યારે અન્ય ૧૪ મેદાન ઉપરની શારીરિક કસોટી યથાવત રહેશે.’

હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે, તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ એમના મુળ કોલ લેટર સાથે જ મેદાન પર પહોંચવાનું છે, નવો કોલ લેટર આપવામાં આવશે નહીં. તેમજ શારીરિક કસોટીની તારીખ બદલવા માટે ૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલી તમામ અરજીઓની માહિતી પર અપડેટ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ, પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ ૧૨ ગ્રાઉન્ડ, વાવ જૂથ ૧૧ ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, નડિયાદ જૂથ ૭, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ ૫ ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩ ડિસેમ્બરથી પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.