Western Times News

Gujarati News

ગુજરાતના ૨૮ જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૬૨ કેસ નોંધાયા-બીજી તરફ રસીકરણના મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે, રાજ્યમાં ૮૭૩૪૫૭ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા

ગાંધીનગર,  ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૨૨૬૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૦ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૨૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૭.૮૫ ટકાએ પહોંચી ચુક્યો છે.

બીજી તરફ કોરોનાના રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૮,૭૩,૪૫૭ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં કુલ ૭૮૮૧ કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૮ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૭૮૬૩ નાગરિકો સ્ટેબલ છે.

અત્યાર સુધી કુલ ૮,૧૯,૨૮૭ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૨૫ નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચુક્યા છે. આજે કોરોનાને કારણે ૨ નાગરિકોનાં મોત થયા છે. એક અરવલ્લીમાં જ્યારે એક નાગરિકનું નવસારીમાં મોત થયું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૪ને પ્રથમ ૨૪૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૦૧૪ નાગરિકોને રસીનો પ્રથણ અને ૩૬૧૧૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૫૪૬૮૫ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૬૨૨૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના તરૂણોમાં ૫૭૮૭૪૯ ને આજે રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં કુલ ૮,૭૩,૪૫૭ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૧૩,૦૮,૮૩૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.