Western Times News

Gujarati News

મોડાસાના ગઢા-અદાપુર રોડ પર મેશ્વો નદીના કોઝવે પર ધમધસતા પાણીમાં પુરુષ તણાયો

અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા તમામ જળાશયો,નદી,નાળા છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી સાવચેતીના ભાગરૂપે પાણી છોડવામાં આવી રહ્યું છે મેશ્વો જળાશય ઓવરફ્લો થતા વેસ્ટવીયર પાણી માંથી ભારે પ્રવાહ વહેતા મેશ્વો નદીમાં ગોડાપૂર આવતા બે કાંઠે વહી રહી છે મોડાસાના ગઢા નજીકથી પસાર થતી મેશ્વો નદી પર બનાવેલા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પરથી પસાર થતો પુરુષ તણાઈ જતા ભારે હોહા મચી હતી વહીવટી તંત્રને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓ પહોંચી મૃતદેહની શોધખોળ હાથધરી હતી

મોડાસા તાલુકાના ગઢા ગામના વીરચંદભાઈ મગનભાઈ ચમાર કામકાજ અર્થે નીકળ્યા હતા ગઢા- અદાપુર રોડ પર મેશ્વો નદીના કોઝવે  પરથી પસાર થતા ધમધસતા પાણીમાં તણાતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા

સ્થાનિકો બચાવે તે પહેલા વીરચંદ ભાઈ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ અને વહીવટી તંત્રએ શોધખોળ હાથધરી હતી મોડાસા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ગોપાલ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા હિંમતનગર થી ફાયરબ્રિગેડ ની ટીમ તરવૈયા સાથે પહોંચી શોધખોળ હાથધરી છે

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ૬ કલાક સુધી મૃતકનો મૃતદેહ હાથ ન લાગતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.