Western Times News

Gujarati News

આઈસીસી રેન્કીંગમાં કે.એલ રાહુલની ૧૮ ક્રમની છલાંગ

દુબઈ, નવું વર્ષ કેએલ રાહુલ માટે ખુબ જ ફળદાયી સાબિત થઈ રહ્યું છે. વિરાટ કોહલીને ઈજા થયા બાદ તેને સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રથમ ટેસ્ટમાં પણ તેણે સદી ફટકારીને શાનદાર ઈનિંગ્સ રમી હતી.

સેન્ચુરિયનમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે બોક્સિંગ ડે ટેસ્ટમાં ૧૧૩ રનોથી જીત હાંસલ કરી હતી. આ મેચમાં કેએલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ શાનદાર સદીને કારણે આઈસીસી રેંકિંગમાં કેએલ રાહુલને જબરદસ્ત ફાયદો થયો છે.

આઈસીસી રેંકિંગમાં ૧૮ સ્થાનોનો છલાંગ લગાવી કેએલ રાહુલ બેટર્સના લિસ્ટમાં ૩૧મા સ્થાન પર પહોંચી ગયો છે. સેન્ચુરિયનમાં જીત સાથે ભારત ૩ મેચોની ટેસ્ટ સીરિઝમાં ૧-૦થી લીડ કરી રહ્યું છે, અને આ મેચ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. આ ફોર્મેટમાં કેએલ રાહુલની સર્વશ્રેષ્ઠ રેંકિગ ૨૦૧૭માં મેળવી હતી, જેમાં તે આઠમા સ્થાન પર હતો.

તેણે પ્રથમ ઈનિંગ્સમાં ૧૨૩ રન બનાવ્યા હતા અને મયંક અગ્રવાલની સાથે પ્રથમ વિકેટ માટે ૧૧૭ રનોની મહત્વપુર્ણ પાર્ટનરશિપ કરી હતી. જેના કારણે ભારતીય ટીમ સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયાઈ ટીમ બની ગઈ છે, અને સાથે-સાથે ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં પણ મહત્વપુર્ણ પોઈન્ટ હાંસલ કરી દીધો છે.

બુધવારે જાહેર કરાયેલ લેટેસ્ટ અપડેટમાં પ્રથમ ટેસ્ટમાં પોતાના યોગદાનને કારણે મયંક અગ્રવાલને એક સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે અજિંક્ય રહાણેએ બે સ્થાનની છલાંગ લગાવી છે. આ ઉપરાંત બોલિંગના રેંકિંગની વાત કરવામાં આવે તો, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની રેંકિંગમાં પણ ફાયદો થયો છે. મેચમાં પાંચ વિકેટ ઝડપ્યા બાદ બુમરાહની રેંકિગમાં ૩ ક્રમનો ફાયદો થયો હતો, અને ટોપ ટેનમાંથી ૯મું સ્થાન હાંસલ કર્યું હતું.

મોહમ્મદ શમીની કુલ ૮ વિકેટ, જેમાં પ્રથમ ઈનિંગ્સમાં ૫ વિકેટ હતી, તેની મદદથી બુમરાહ બે સ્થાન આગળ વધીને ૧૭મા સ્થાને રહ્યો હતો.
સાઉથ આફ્રિકા માટે કેપ્ટન અને ઓપનર બેટર ડીન અલ્ગર બે ક્રમના ફાયદા સાથે ૧૪મા સ્થાન પર પહોંચી ગયો છે, તેણે બીજી ઈનિંગ્સમાં ૭૭ રન બનાવ્યા હતા. ચેમ્બા બાવુમા ૫૨ અને અણનમ ૩૫ રનના સ્કોરની સાથે ૧૬ ક્રમની છલાંગ લગાવીને ૩૯મા સ્થાન પર પહોંચ્યો હતો.

કાગિસો રબાડાએ સાત વિકેટ હાંસલ કરી જેનાથી તે એક સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને, જ્યારે સાઉથ આફ્રિકાનો અન્ય ફાસ્ટ બોલર લુંગી એંગિડીએ મેચમાં આઠ વિકેટ ઝડપતાં તેને ૧૬ ક્રમની છલાંગ લગાવી છે અને ૩૦મા સ્થાન પર પહોંચી ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.