Western Times News

Gujarati News

વડાપ્રધાનની સુરક્ષામાં છીંડા પાડવાની જવાબદારી શીખ ફોર જસ્ટિસ સંગઠને સ્વિકારી

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે નવો વળાંક સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની તપાસ માટે સમિતિ રચવાનો ર્નિણય લેવામાં આવ્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના ૫૦ કરતાં પણ વધારે વકીલોને આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન કરવામાં આવ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોન કોલ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી તેના સાથે સંબંધીત હતા. શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ ફોન કરીને વડાપ્રધાનની સુરક્ષામાં છીંડુ પાડવાની જવાબદારી સ્વીકારી છે. થોડા દિવસો પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો.

હુમલાના આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મની ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જસવિંદર સિંહ મુલ્તાની ‘શીખ ફોર જસ્ટિસ (જીહ્લત્ન)’ સાથે સંકળાયેલો છે. ઉલ્લેખનીય છે કે, શીખ ફોર જસ્ટિસ એક ખાલિસ્તાની સંગઠન છે. આ સંગઠનને ભારત સરકાર પ્રતિબંધિત કરી ચુકી છે. સંગઠનનું હેડક્વાર્ટર અમેરિકામાં છે અને આ સંગઠનના અનેક સદસ્ય એનઆઈએની રડાર પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.