Western Times News

Gujarati News

કોરોના વાયરસ એક મિનિટમાં ૫ લોકોને શિકાર બનાવે છે

૧૫૩૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૦૯૭ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૩૯ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૫,૭૦૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.

જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને ૯૫.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૭૭વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૨૪૬૯ નાગરિકો એક્ટિવ કેસ છે.

જે પૈકી ૨૯ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૩૨૪૪૦ નાગરિકો સ્ટેબલ છે. ૮૨૫૭૦૨ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૩૦ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજના દિવસમાં બે નાગરિકોના મોત થઇ ચુક્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪૬ને પ્રથમ ૪૬૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૨૪૮૭ ને પ્રથમ અને ૨૬૪૬૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૬૮૦૪૭ને રસીનો પ્રથમ અને ૭૨૦૧૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૫૨૨૫૬ તરૂણોને પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે ૧૫૦૯૯૩ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૭૭ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૩૫,૦૧,૫૯૪ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંક પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક ૬૨૭૫ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.

તો બીજી તરફ માત્ર ૧૨૬૩ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૪,૧૬૩ દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જાે કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો. આજના દિવસમાં કુલ ૯૩,૪૬૭ વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. ગુજરાતમાં ૮ મહિના બાદ કોરોનાના કેસ ૬ હજારને પાર ચૂક્યા છે. ૨૪ કલાકમાં ગુજરાતમાં ૬ હજાર ૨૭૫ કેસ નોંધાયા છે. ત્યારે એક મોટી હકીકત સામે આવી છે.

રાજ્યમાં દર મિનિટે ૫ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસમાંથી એકલા અમદાવાદમાં જ સૌથી વધુ કેસ છે. એટલે કહી શકાય કે રાજ્યનું એપી સેન્ટર અમદાવાદ છે. સુરતમાં ૧૮૭૯ અને વડોદરામાં ૩૯૮ નવા કેસ નોંધાયા છે. ગુજરાતના તમામ જિલ્લામાં હવે ફરી એકવખત કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા ૩ દિવસમાં ૭૩૯૭ કોરોનાના કેસ નોંધાયા છે.

શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવવા છતાં હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની વાત સામે આવી છે. અંદાજે ૨૦૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના નવા ૧૭૯૬ કેસ નોંધાયા છે, જેમાં ૭૦ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોનાનું જાણવા મળે છે. છઝ્રઁ અભિજીત સિંહને પણ કોરોના થયો છે.

જ્યારે ૪૫૩ વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. રાજ્યમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા ૬૦૦૦ને પાર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં વધારો થયો છે. શહેરમાં ૧૫ નવા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. હાલ કુલ વિસ્તારોની સંખ્યા ૧૭૨ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.