Western Times News

Gujarati News

સરકારી શાળામાં ભણતાં પ્રથમ શ્રેષ્ઠ 30 વિદ્યાર્થીઓેને JEE, NEET, IAS, IPSની ટ્રેનીંગ અપાશે

સરકારી પ્રાથમિક શાળાના સુપર થર્ટી વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ક્લાસીસનો પ્રારંભ

(પ્રતિનિધિ) ભિલોડા, જિલ્લા પંચાયત અરવલ્લીના સ્વ ભંડોળમાં શિક્ષણની છ જેટલી નવીન યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે જે પૈકીની એક મહત્વની યોજના ડો.સર્વપલ્લી રાધકૃષ્ણન્‌ સુપર થર્ટી બેચ. આ યોજના અંતર્ગત જિલ્લાના તમામ છ તાલુકામાં ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીને અલગ અલગ સરકારી પ્રા. શાળામાંથી પસંદ કરવામાં આવશે.

જે અંતર્ગત પ્રથમ બેચની શરૂઆત તારીખ ૦૮/૦૧/૨૨ ના રોજ મોડાસા ખાતે કરવામાં આવી. આ યોજના અંતર્ગત પસંદ કરાયેલ વિદ્યાર્થીઓને JEE, NEET, IAS, IPS અને બીજી મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષા માટે દર શનિવારે અને રવિવારે ત્રણ ત્રણ કલાક, એક્સપર્ટ શિક્ષકો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. આ યોજના દીર્ઘ કાલીન ધ્યેય ને નક્કી કરીને શરૂ કરવામાં આવેલ છે.

જિલ્લા પ્રાશિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે આ યોજનાના લોન્ચિંગ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનનો આભાર માન્યો હતો. વધુમાં તમામ ત્રીસ બાળકોને ટી-શર્ટ ભેટ આપનાર વિનોદભાઈ પટેલ નો પણ આભાર માન્યો હતો.

અરવલ્લી ભવિષ્યમાં તમામ ક્ષેત્રમાં લીડર તૈયાર કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર યોજનામાં પોતાની સેવા આપવા અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો એ તૈયારી બતાવીને એક ઉમદા પ્રેરણા પૂરી પાડેલ છે અને યોજનાની સફળતા માટે કટિબદ્ધતા દર્શાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.