Western Times News

Gujarati News

તબેલાનું કામકાજ પુર્ણ કરી સવારના પાંચ વાગે મેદાનમાં હાજર થઈ પશુપાલક દીકરીઓએ લોકરક્ષક દળની કસોટી પાસ કરી

પ્રતિકાત્મક

પશુપાલન સાથે સંકળાયેલી ૧૦ થી વધુ દીકરીઓએ લોકરક્ષક દળની શારીરિક કસોટી પાસ કરી

(પ્રતિનિધિ) ભિલોડા,  એક કહેવત છે, સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે નહાય. કઠીન પરિશ્રમનો સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, તેવા સંકલ્પ સાથે પશુપાલન સાથે સંકળાયેલી એક જ ગામની 10 દિકરીઓએ એલ.આર.ડી.ની શારીરીક પરિક્ષા પાસ કરી છે.   અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખોબા જેવડા ખંભીસર ગામના સો થી વધુ શિક્ષકો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે ખેતીના વ્યવસાય સાથે શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે હાલ રાજ્ય સરકાર દ્રારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી માટે હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે

ત્યારે મોડાસાના ખંભીસર ગામમાંથી ૨૫ થી વધુ યુવક-યુવતીઓએ લોકરક્ષક દળની શારીરિક કસોટી સફળતા પૂર્વક પાસ કરી છે જેમાં પરિવારના પશુપાલનના ધંધામાં પરિવાર સાથે ખભે ખભા મીલાવી તનતોડ મહેનત કરનાર ૧૦ થી વધુ દીકરીઓ શારીરિક કસોટીમાં મેદાન માર્યું છે

મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં પશુપાલન અને ખેતી ના વ્યવસાય સાથે જાેડાયલા પરીવારના દીકરા-દીકરીઓએ પીએસઆઈ બનવાનું સ્વપ્ન પુર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી શારીરીક કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો, જેના ભાગરુપે ગામમાંથી ૨૫થી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે અને હાલ અભ્યાસ,ઘરકામની સાથે લોકરકક્ષક દળની લેખિત પરીક્ષા પાસ કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે

શારીરિક કસોટી પાસ કરનાર યુવક-યુવતીઓમાં સરકારી નોકરી મેળવવા માટે ભારે થનગનાટ જાેવા મળી રહ્યો છે કહેવાય છે કે અડગ મન ના મુસાફરને હિમાલય પણ નડતો નથી તે ઉક્તિને સાર્થક કરી હોય તેમ ખંભીસરના દીકરા- દીકરીઓએ છેલ્લા ત્રણેક મહિનાથી કડકડતી ઠંડીમાં પરસેવો વહાવ્યો હતો

અને સતત ત્રણેક મહિનાની પ્રેક્ટીસના કારણે પગે ઉઝરડા થઈ ગયા હોવા છતાં પણ મકકમ મનોબળ રાખી પરીક્ષા પાસ કરી હતી. શારીરિક કસોટીની ટ્રેનિંગ માટે ગામના વ્યાયામ પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા કેતન પટેલ દ્રારા વહેલી સવારથી દીકરા દીકરીઓએ તનતોડ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

પચ્ચસીથી વધુ ઉમેદવારોમાં દસથી વધુ દિકરીઓએ પણ ઘર અને અભ્યાસની સંપુર્ણ જવાબદારી હોવા છતાં સવારે તબેલાનું કામકાજ પુર્ણ કરી વહેલી સવારના પાંચ વાગે મેદાનમાં હાજર થઈ પોતાનું શારીરિક કસોટી પુર્ણ કરવાનું લક્ષ સિદ્ધ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.