Western Times News

Gujarati News

ઠંડીમાં મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપ્યો

આણંદ, તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તબીબે સારવાર પહેલાં ૪૨ હજાર રૂપિયાની માંગ કરી હતી. જાે કે ગરીબ દર્દી પાસે આટલા રૂપિયા ના હોવાથી તબીબે તેને સારવાર આપી નહોતી.

જેના કારણે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી. આ ઘટના આણંદના તારાપુરની મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં બની છે. જેમાં એક શ્રમજીવી પરિવારની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડતાં તેને અહીં લાવવામાં આવી હતી. પરંતુ આવા કટોકટીના સમયે સારવાર આપવાના બદલે સગર્ભા સાથે ડોક્ટર દ્વારા અમાનુષીય વર્તન કરવામાં આવ્યું હતું. રૂપિયા ના હોવાથી ડોક્ટરે હોસ્પિટલમાં પ્રવેશ સુદ્ધા આપ્યો નહોતો. જેથી કાતિલ ઠંડીમાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. અડધી રાતે કડકડતી ઠંડી વચ્ચે શ્રમજીવી પરિવાર પાસે પુરતા સાધનો પણ ન હોવાથી માતા-સંતાનની હાલત લથડતી હતી.

આખરે સ્થાનિક લોકોની મદદથી ૧૦૮ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા-બાળકને યોગ્ય સારવાર આપી સ્થાનિક CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર જયંત જાેશીયારાએ દર્દીની ગંભીર સ્થિતિ જાેઈ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. મહત્વનું છે કે આ બાબતનો વિડીયો વાયરલ થયા બાદ ચરોતર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો છે. લોકોએ ડોક્ટર સામે ફિટકારની લાગણી વરસાવી હતી.

આ ઉપરાંત કેટલાકે તો ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરી કડક પગલાં ભરવા સુધીની માગણી કરી છે. કાતિલ ઠંડીમાં પ્રસૂતા બાળકની નાળ સાથે કણસતી રહી હતી. છતાં રૂપિયાના મૂડી ડોક્ટરોએ પોતાનો ધર્મ નેવે મૂક્યો હતો. આ ઘટના વિશે ૧૦૮ના કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે જ્યારે સર્ગભા મહિલાને અહીં લાવ્યા ત્યારે બાળકની સ્થિતિ ક્રિટિકલ હતી.

તેમ છતાં હોસ્પિટલે દરવાજાે ખોલ્યો ન હતો. અમે ખુબ જ કોશિશ કરી તેમ છતાં હોસ્પિટલે દરવાજાે ખોલ્યો નહોતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને ઓડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ડોકટર દ્વારા અમાનુષીય વર્તન કર્યો હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. ગરીબ દર્દી પાસે સારવાર પહેલા ૪૨ હજારની માંગ કર્યો હોવાનો ઓડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર દ્વારા દવાખાનામાં પ્રવેશ ના મળતા મહિલાએ હોસ્પિટલની બહાર ઓટલા પર બાળકને જન્મ આપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.