Western Times News

Gujarati News

૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ

ગાંધીનગર, સરકારી પોલિટેક્નિકલમાં ડિપ્લોમાંનો એક નવો અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યો છે. ડિપ્લોમાં ઇન કર્ન્‌ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશનનો નવો અભ્યાસક્રમ વડાપ્રધાન મોદીનાં ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હજારો યુવાધનને આનો લાભ મળશે. વડનગર, મોરબી, રાજકોટ અને પાલનપુર તથા કન્યાઓની પોલિટેક્નિક કોલેજ સુરત, અમદાવાદ અને ગાંધીનગરને પણ આનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિભાગો દ્વારા સંવેદનાથી યુવાનોની ભરતી થાય અને સ્કીલ વિકસે તેવા પ્રયાસો સરકાર સતત કરી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ ટુંક સમયમાં જ વિદ્યા સહાયકોની ભરતી પણ ટુંક સમયમાં જાહેરાત થશે તેવું પણ જણાવ્યું.

આમાં દિવ્યાંગોની ટકાવારી ૩ થી વધારીને ૪ કરવામાં આવી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં આ કાર્યવાહી પુર્ણ કરી દેવાઇ છે. પ્રદીપ પરમાર અને અન્ય વિભાગના અધિકારીઓએ આ કામગીરી ઝડપી થઇ ચુકી છે. ટુંક જ સમયમાં આ ભરતીની જાહેરાત ટુંક સમયમાં થશે.

૩૩૦૦ જેટલા વિદ્યા સહાયકોની ભરતી ટુંક જ સમયમાં ભરતી થશે. ધોરણ ૧થી ૫માં ૧૩૦૦ થી વધારે વિદ્યા સહાયકો ૬ થી ૮માં ૨ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે તેવું જીતુભાઇ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ મોડુ થવાનું કારણ વહીવટી ગુંચ હોવાના કારણે મોડી પડી હતી.

અમારી સરકારે આવતાની સાથે જ આ ભરતી ટુંક સમયમાં આવશે. જેના કારણે ટેટનાં નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ ભરતીનો લાભ લઇ શકશે. કોર્ટના આદેશો અને કોર્ટના હુકમો ભુતકાળમાં અલગ અલગ થતા રહે છે અને તેના કારણે અલગ અલગ વિભાગો દ્વારા આ આદેશોનું પાલન થાય છે. સુત્રો અનુસાર આગામી ૧૦ દિવસની અંદર આ અંગેનું અધિકારીક નોટિફિકેશન આવે તેવી શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.