ઘરના આંગણામાં રમતો હતો તે સમયે પતંગની દોરી ગળામાં ભરાતા 30 ટાંકા આવ્યા
દાહોદમાં છ વર્ષીય બાળકના ગળે પતંગની દોરી વાગતાં ૩૦ ટાંકા આવ્યા
દાહોદ, દાહોદ શહેરમાં એક છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતા બાળકનું ગળું કપાઈ જવા પામ્યું હતું. તાત્કાલીક બાળકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા તેને ગળાના ભાગે કુલ ૩૦ ટાંકા લેવામાં આવ્યા છે.
દાહોદ શહેરના મોચીવાડ વિસ્તાર ખાતે રહેતા ૬ વર્ષીય મહંમદ હસનેન ઈમરાન શેખ સવારના સમયે પોતાના ઘરના આંગણામાં રમતો રહ્યો હતો તે સમયે પતંગની ધારદાર દોરી મહંમદના ગળા તરફ ફરી વળી હતી અને જાેતજાેતામાં મહંમદ લોહીલુહાણ થઈ ગયો હતો.
પરિવારજનોને જાણ થતા તેઓએ ઈજાગ્રસ્ત બાળક મહંમદને લઈ દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા. તબીબો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત મહંમદના ગળાના અંદરના ભાગે ૧૦ ટકા ગળાના અંદરના ભાગે અને ર૦ ટાકા ઉપરના ભાગે એમ કુલ ૩૦ ટકા લેવામાં આવ્યા હતા હાલ બાળકની તબીયત સારી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે ભરૂચમાં એક્ટિવા પર જઈ રહેલી મહિલાના ગળામાં દોરી આવી જતાં મહિલાનું મોત થયું હતું જયારે રવિવારે પણ ભરૂચમાં એક આધેડ અને એક યુવાનનું ગળુ કપાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.