Western Times News

Gujarati News

રસ્તાનો હાલ જણાવતી બાળકીના અંદાજે દિલ જીત્યા

નવી દિલ્હી, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશના ખૂણે-ખૂણેથી મજેદાર વિડીયોઝ જાેવા મળે છે. કેટલાક વિડીયો હસાવે છે તો કેટલાક પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયા પર મોટાભાગે નાના બાળકોના ફની વિડિયોઝ જાેવા મળે છે, જેને જાેઈને ભલભલા વિચારતા રહી જાય છે.

તાજેતરમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે જેમાં જમ્મુ-કાશ્મીરની નાનકડી છોકરી રિપોર્ટિંગ કરી રહી છે. આ બાળકી રિપોર્ટર બનીને પોતાના વિસ્તારમાં વરસાદને કારણે ખખડધજ થયેલા રસ્તાના હાલ જણાવી રહી છે. એ માસૂમ બાળકીનો અંદાજ લોકોને એટલો પસંદ આવ્યો છે કે તેઓ આ રિપોર્ટરના વખાણ કરતા નથી થાકતા.

આ વિડીયોની કમેન્ટમાં યુઝર્સ બાળકીની પ્રશંસા કરી રહ્યા છે. વિડીયોમાં દેખાય છે કે પિંક જેકેટ અને હાથમાં માઇક્રોફોન લઈને બાળકી જાેશીલા અંદાજમાં રિપોર્ટિંગ કરવાનું શરુ કરે છે. તે પોતાના વિસ્તારના ખરાબ રસ્તાનો હાલ જણાવી રહી છે. વિડીયોમાં બાળકી કહે છે કે કેટલો ગંદો છે આ રસ્તો. તે બંને બાજુ બગડી ગયેલા રસ્તા બતાવે છે અને કહે છે કે વરસાદને લીધે રસ્તા કેટલા ખરાબથી ગયા છે. મહેમાન પણ આ રસ્તે ન આવી શકે.

ખાસ વાત એ છે કે આ બાળકીએ એક ન્યુઝ રિપોર્ટરની જેમ વોક થ્રૂ કરીને પોતાના વિસ્તારના રસ્તાની સ્થિતિ જણાવી. ટિ્‌વટર પર આ વિડીયો શેર કરીને એક યુઝરે લખ્યું છે કે મળો કાશ્મીર ઘાટીની સૌથી યુવા રિપોર્ટરને. જાેકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ બાળકી કોણ છે અને કાશ્મીરમાં આ વિડીયો ક્યાંથી લેવામાં આવ્યો છે.

મોબાઈલથી શૂટ થયેલા આ ૨ મિનિટના વિડીયોમાં બાળકીએ સડક પર ગંદકી ફેલાવનારા લોકોને પણ ફટકાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ છે જેને લીધે રસ્તાઓ બ્લોક થઈ જતાં વાહનવ્યવહાર અને અન્ય સેવાઓ પર અસર પડી છે.

કાશ્મીર ખીણની આ નાનકડી રિપોર્ટરનો વિડીયો ટિ્‌વટર પર ઘણાં યુઝર્સે લાઈક અને શેર કર્યો છે. આ વિડીયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. જાે કે આ પહેલી વખત નથી જ્યારે કાશ્મીરની ખીણમાંથી કોઈ બાળકે સ્થાનિક સમસ્યાઓ અંગે અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરવા વિડીયો પોસ્ટ કર્યો હોય. અગાઉ કેટલાક બાળકોએ આ પ્રકારના વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.