Western Times News

Gujarati News

પાકિસ્તાન ભારત સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની કરવા ઈચ્છતું નથી: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની નવી સુરક્ષા નીતિમાં ભારત સાથે શાંતિપૂર્વક સંબંધોની વાત કરવામાં આવી છે. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે કાશ્મીર વિવાદને બાજુ પર રાખીને પાકિસ્તાન ભારત સાથે વ્યાપારી સંબંધો શરૂ કરી શકે છે.

જાેકે, અધિકારીએ એમ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર સાથે ભારતના સંબંધો સુધરવાની કોઈ શક્યતા નથી.પાકિસ્તાને પોતાની નવી સુરક્ષા નીતિમાં કહ્યું છે કે તે ભારત સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની કરવા ઈચ્છતું નથી. સુરક્ષા નીતિમાં આવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે. આ રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં, પાડોશી દેશો સાથે શાંતિ અને આર્થિક કૂટનીતિ પાકિસ્તાનની વિદેશ નીતિના મુખ્ય કેન્દ્રમાં હશે.

પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ એક અધિકારીએ પત્રકારોને નવી સુરક્ષા નીતિ અંગે માહિતી આપી. અધિકારીએ કહ્યું કે આ ૧૦૦ પાનાની સુરક્ષા નીતિ જણાવે છે કે લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીર વિવાદના અંતિમ ઉકેલ વગર ભારત સાથે વેપાર અને વ્યાપારી સંબંધો માટે પાકિસ્તાન તરફથી રસ્તાઓ ખુલ્લા છે, જાે કે બંને પડોશીઓ વચ્ચે પરમાણુ વાટાઘાટોમાં પ્રગતિ થવી જાેઈએ.

“અમે આગામી ૧૦૦ વર્ષ સુધી ભારત સાથે કોઈ દુશ્મની નથી ઈચ્છતા. નવી નીતિ પડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે. જાે વાતચીતમાં પ્રગતિ થશે તો ભારત સાથે અગાઉની જેમ વેપાર અને વ્યાપારી સંબંધોને સામાન્ય બનાવવાની શક્યતા છે.

ઓગસ્ટ ૨૦૧૯ માં, ભારતની નરેન્દ્ર મોદી સરકારે કલમ ૩૭૦ હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યો. ભારતના આ ર્નિણયના જવાબમાં, પાકિસ્તાને રાજદ્વારી સંબંધો નબળા પાડ્યા અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરી દીધો. ત્યારથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સ્થિરતા છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવાની કેટલીક આશાઓ હતી જ્યારે બંને દેશો ન્ર્ંઝ્ર પર યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા પરંતુ આ પ્રક્રિયા આગળ વધી શકી ન હતી.અખબાર અનુસાર પાકિસ્તાનની નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ પાકિસ્તાનના અભિગમને વ્યૂહાત્મકથી લઇ અર્થશાસ્ત્રમાં બદલવા માંગે છે.

ભારત સાથેના સંબંધોની શરૂઆતની વાત પણ એક આશા જગાવે છે.’આર્થિક સુરક્ષા નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિની કેન્દ્રીય થીમ હશે,’ પાકિસ્તાની અધિકારીએ કહ્યું. એ જ રીતે, આર્થિક મુત્સદ્દીગીરી અને પડોશીઓ સાથે શાંતિ દેશની વિદેશ નીતિમાં કેન્દ્રિય હશે. સાથે જ પાકિસ્તાની અધિકારીએ એમ પણ કહ્યું કે જિયો-ઈકોનોમિક્સનો અર્થ એ નથી કે અમે અમારા વ્યૂહાત્મક અને રાજકીય હિતોને નજરઅંદાજ કરીએ. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સાથે કાશ્મીર વિવાદ લાંબા સમયથી પાકિસ્તાન માટે ‘મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નીતિ’ મુદ્દો માનવામાં આવે છે.

અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારમાં ભારત સાથે સંબંધોની કોઈ શક્યતા નથી. વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારે નવી સુરક્ષા નીતિની ઔપચારિક શરૂઆત કરશે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હશે જે આંતરિક સુરક્ષા તેમજ વિદેશ નીતિ બંનેને આવરી લેશે. રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો એક ભાગ જ જાહેર કરવામાં આવશે. બાકીના દુનિયામાં આવી નીતિઓ ઘણીવાર ખાનગી રાખવામાં આવે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે સંરક્ષણ, વિદેશ અને આંતરિક નીતિઓ હોવા છતાં, નવી નીતિ ભવિષ્ય માટે દિશા પ્રદાન કરનાર ‘અમ્બ્રેલા દસ્તાવેજ’ તરીકે કામ કરશે. આ પોલિસી તૈયાર કરવામાં સાત વર્ષનો સમય લાગ્યો છે. તેની શરૂઆત ૨૦૧૪માં તત્કાલિન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે કરી હતી. અધિકારીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડવામાં તમામ સંઘીય, પ્રાંતીય સંસ્થાઓ તેમજ સૈન્ય અને અન્ય વિભાગો પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.