Western Times News

Gujarati News

અમેરિકામાં શ્વાન કોરોનાના પોઝિટીવ દર્દીને ઓળખી કાઢે છે

વોશિંગ્ટન, ઈશ્વરે શ્વાનને સૂંઘવાની અદ્ભૂત શક્તિ આપી છે. તેની મદદથી તે મનુષ્યને જાેખમથી બચાવવા માટે પોતાનો જીવ રેડી દે છે. અમેરિકાએ એવા સ્નીફર ડોગ્સ તૈયાર કર્યા છે જે વૈશ્વિક મહામારી કોરોનાથી સંક્રમિત વ્યક્તિને સૂંઘીને જ ઓળખી શકે છે.

અત્યાર સુધી પોલીસ સ્નીફર ડોગ્સનો ઉપયોગ સેનામાં અને પોલીસ દ્વારા બોમ્બ, શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓ, પહાડો પર બરફમાં દટાયેલા લોકોને શોધવા માટે જેવા મહત્વના કાર્યને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. પરંતુ અમેરિકામાં વિશેષરૂપે પ્રશિક્ષિત શ્વાન હવે કોવિડ પોઝિટિવ રોગીઓની ઓળખ પણ કરવા લાગ્યા છે. જાે તે વ્યક્તિમાં કોરોના વાયરસની પૃષ્ટિ કરી દે તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી રહેતી. તેઓ સૂંઘવાની દિવ્ય શક્તિના બળ પર જ કોવિડ-૧૯ની પૃષ્ટિ કરી રહ્યા છે.

અમેરિકામાં સ્નીફર ડોગ્સનો ઉપયોગ કેન્સર, ડાયાબિટીસ અને પાર્કિન્સન્સ જેવા રોગની ઓળખ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયાને ‘બાયો ડિટેક્શન’ કે જૈવિક તપાસ કહેવામાં આવે છે. આ પ્રકારે રોગની તપાસ કરવામાં કોઈ રસાયણના ઉપયોગની જરૂર નથી પડતી. ૨૦૧૯-૨૦માં જ્યારે કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ માટે સ્નીફર ડોગ્સની સેવા લેવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને હવે તેમાં સફળતા મળી ગઈ છે.

અમેરિકી સરકારના નેશનલ સેન્ટર ફોર બાયો ટેક્નોલોજી ઈન્ફોર્મેશન (દ્ગઝ્રમ્ૈં)ના કહેવા પ્રમાણે શ્વાન પોતાની દિવ્ય શક્તિની મદદથી કોઈ પદાર્થના ૧.૫ ખરબમા અંશની પણ ઓળખ મેળવી શકે છે. જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાંથી ખાસ પ્રકારનું વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (ર્ફંઝ્ર) નીકળે છે. તેવામાં જ્યારે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેના શરીરમાંથી આવતી વિશેષ ગંધને આ શ્વાન ઓળખી લે છે. તેને બાયો ડિટેક્શન ડોગ્સ કહેવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.