Western Times News

Gujarati News

બ્લેન્કેટ મળતાં ઊંઘી જનારો ચોર પોલીસના હાથે ઝડપાયો

અમદાવાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે તો ઠંડીનું જાેર વધી જાય છે. હાડ થીજવતી આ થંડીમાં ગરમ અને મુલાયમ બ્લેન્કેટ મળી જાય તો માણસને મજા પડી જાય.

પરંતુ જાે તમે પોતાના ઘરમાં આ બ્લેન્કેટ લઈને સુતા હોય તો જ તે મજા સાર્થક છે, નહીં તો મજા સજા બની શકે છે. જેમ કે ગાંધીનગરમાં માણસા પાસે એક ઘરમાં આ રીતે મજાથી સુઈ રહેલ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશન જવુ પડ્યુ હતું, કારણકે તે એક ચોર હતો અને અન્ય વ્યક્તિના ઘરમાં સુઈ ગયો હતો.

ચોર બ્લેન્કેટ ઓઢીને ઘસઘસાટ સુઈ રહ્યો હતો અને સવારે જ્યારે તે ઉઠ્‌યો તો જાેયું કે તેની સામે ઘરના માલિક, અન્ય સ્થાનિકો અને સાથે સાથે પોલીસકર્મીઓ પણ ઉભા હતા. વિષ્ણુ દાતાણી નામના વ્યક્તિ પર આરોપ છે કે મંગળવારે રાત્રે તેણે રિદ્રોલ ગામના એક ઘરનું તાળુ તોડ્યુ હતું. ૨૫ વર્ષીય આ ચોરે કબાટો ફંફોસ્યા હતા અને લગભગ સાત લાખ રુપિયા કિંમતના સોના અને ચાંદીના ઘરેણાં તેને મળી આવ્યા હતા. કિંમતી સામાનની શોધ દરમિયાન તેને બ્લેન્કેટ પણ મળી આવ્યો હતો.

પાછલા એક અઠવાડિયાથી વિષ્ણુને પૂરતી ઊંઘ નહોતી મળી, તો તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને બ્લેન્કેટ ઓઢીને શાંતિથી સુઈ ગયો. માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ઘર ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વિષ્ણુ પટેલની માલિકીનું છે. મંગળવારે મોડી રાત્રે વિષ્ણુ પટેલને તેમના કઝિન ભાઈ કનુ પટેલે ફોન કરીને જણાવ્યું કે કોઈ તેમના ઘરમાં ઘુસી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.

જ્યારે કનુ પટેલ અન્ય સ્થાનિકો સાથે ઘરમાં પ્રવેશ્યા તો જાેયું કે ચોર કિંમતી વસ્તુઓને સાથે રાખીને સુઈ રહ્યો છે. તેમણે મુખ્ય દરવાજાે બહારથી બંધ કર્યો અને પોલીસ તેમજ વિષ્ણુ પટેલને આ બાબતની જાણ કરી. એકાએક જ્યારે ચોરની આંખ ખુલી ત્યારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૭ સેલ્સિયસ થઈ ગયુ હતું.

માણસા તાલુકાના બદપુરા ગામમાં રહેતા આ ચોરે પોલીસને જણાવ્યું કે, પાછલા થોડા દિવસથી તે ઊંઘી નહોતો શક્યો. પોલીસે આ બાબતે જણાવ્યું કે, તે જ્યારે કિંમતી વસ્તુઓ શોધી રહ્યો હતો ત્યારે તેને બ્લેન્કેટ મળી આવ્યો. અતિશય ઠંડી હોવાને કારણે તે બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયો. માણસા પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.