Western Times News

Gujarati News

આફ્રિકામાં ઓમિક્રોનથી આવેલ લહેર છ અઠવાડિયાની તેજી બાદ હવે અટકી

રસીકરણને વેગ આપો: WHO અઠવાડિયામાં 14 ટકા કેસ ઘટયા: આફ્રિકામાં 85 ટકા વસ્તી પહેલા ડોઝથી વંચિત

દિલ્હી, WHO ઓએ કહ્યું કે આફ્રિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી આવેલી ચોથી લહેર હવે અટકતી નજરે પડી રહી છે. છ અઠવાડિયા સુધી કેસમાં ઉછાળો આવ્યા પછી હવે ઘટવાનું શરૂ થયું છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે નોધાયો હતો.WHO એ 26 ઓકટોબરે આ સ્વરૂપને ચિંતાજનક સ્વરૂપમાં જાહેર કર્યું હતું.

છેલ્લા અઠવાડિયામાં 14 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકામાં સાપ્તાહિક સંક્રમણોમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આફ્રિકા માટે WHO ના પ્રાદેશિક નિર્દેશક ડો.મતશીદિશોનો ઈતી એ કહ્યું કે આફ્રિકામાં રોગચાળાને પહોચી વળવા માટે હજુ પણ કડકપગલા લેવાની જરૂર છે અને રસીકરણની કામગીરીને ધીમી પડવા દેવી જોઈએ નહી.

એક નિવેદનમાં WHO એ કહ્યું કે આફ્રિકામાં ઓમિક્રોનથી આવેલ ચોથી લહેર છ અઠવાડિયાની તેજી પછી હવે થંભી છે અને આ મહાદ્રીપ પર અત્યાર સૌથી સૌથી ઓછા સમય ચાલનારી લહેર બની છે.

અહી કેસ એક કરોડને વટાવી ગયા છે. WHO ના ડાયરેકટરે ચિંતા વ્યકત કરી હતી કે વૈશ્વીક સ્તરે 9.4 બિલિયનથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હોવા છતા ગયા વર્ષના અંત સુધીમાં 90 દેશો તેમની વસ્તીના 40 ટકા વસ્તી રસી કરણના લક્ષ્યાંકો સુધી હજી પહોચ્યા નથી. અને તેમાંથી 36 દેશો હજી સુધી 10 ટકા વસ્તીમાં ટીકકરણ કરવાનું બાકી છે. આફ્રિકાની 85 ટકાથી વધુ વસ્તીને હજુ સુધી રસીનો પ્રથમ ડોઝ મળવાનો બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.