Western Times News

Gujarati News

7th Pay Commission: સેન્ટ્રલ ગર્વમેન્ટના કર્મચારીઓની બેઝિક સેલેરી ૨૬ હજાર રૂપિયા થઇ શકે છે

નવી દિલ્‍હી, વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને ભેટ મળી શકે છે. કેન્‍દ્રીય કર્મચારીઓની સેલેરીમાં વધારાની આશા કરવામાં આવી રહી છે. 7th Pay Commission: Centre Likely to Increase Basic Salary of Govt Employees to Rs 26000 Before Assembly Polls

મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે મોદી સરકાર ફિટમેન્‍ટ ફેક્‍ટરને વધારવા પર વિચાર કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કેન્‍દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરી ૧૮ હજાર રૂપિયાથી વધારીને ૨૬ હજાર રૂપિયા થઇ શકે છે.

Ahead of the assembly elections in five states, the Central government employees are likely to get a big gift from the Centre. If the media reports are to be believed, the Central government is considering a hike in the fitment factor for the employees. If the fitment factor will increase, then the basic salary will automatically increase.

કેન્‍દ્ર અને રાજય સરકારના કર્મચારીઓનું ફિટમેન્‍ટ ફેક્‍ટર વધારવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રીય કર્મચારીઓની સેલેરી વધારવા માટે ફિટમેન્‍ટ ફેક્‍ટરનો ઉપયોગ થાય છે. ર્મચારી સંગઠન આ મામલામાં સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે જે પછી સંભાવના છે કે ન્‍યૂનતમ સેલેરીમાં મોટા વધારો કરવામાં આવી શકે છે.

જો મોદી સરકાર ફિટમેન્‍ટ ફેક્‍ટરને વધારશે તો કર્મચારીઓની ન્‍યૂનતમ વેલ્‍યૂ વેતન એટલે બેઝિક સેલેરી વધીને ૨૬,૦૦૦ થઇ શકે છે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા આ લાગુ પણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્‍દ્ર અને રાજયના કર્મચારીઓની લાંબા સમયથી માંગણી છે કે તેમના ફિટમેન્‍ટ ફેક્‍ટરને ૨.૫૭ ટકાથી વધારીને ૩.૬૮ ટકા કરી દેવામાં આવે. બતાવવામાં આવી રહ્યું છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના ફિટમેન્‍ટ ફેક્‍ટરને લઇને સરકાર વિચાર કરી શકે છે. કેન્‍દ્રીય કર્મચારીઓના ફિટમેન્‍ટ ફેક્‍ટરને કેન્‍દ્રીય કેબિનેટમાંથી મંજૂરી મળી શકે છે. કેબિનેટના અપ્રુવલ પછી તેને એક્‍સપેંડિચરમાં સામેલ કરવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.