Western Times News

Gujarati News

NRI અને OCI કાર્ડ ધારકોને ભારતમાં મિલકત ખરીદ વેચાણ માટે RBIની મંજૂરી લેવી જરૂરી નથી

NRI, OCI, PIO કાર્ડધારકો ભારતીય વંશજો હોય તો ભારતમાં અચલિત સંપત્તિ , ઘર /રેસીડન્શીઅલ તથા કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદ યા વેચાણ માટે રિઝર્વ બેન્કની મંજૂરી જરૂરી નથી તેવું (RBI) દ્વારા તેના તારીખ 29 ડિસેમ્બર 2021 ના જાહેર પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે.

તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તેના તારીખ 29 ડિસેમ્બર 2021 ના જાહેર પરિપત્રમાં NRI (નોન રેસીડન્ટ ઈન્ડિયન), OCI (ઓવરસીસ સીટીઝન ઓફ ઈન્ડીયા, જેમાં નાગરીક પાસે બે દેશનું નાગરીકત્વ હોય છે એટલે કે બે પાસપોર્ટ ધરાવે છે)

અને PIO (PERSON OF INDIAN ORIGIN)  કાર્ડ ધારકો માટે વિદેશમાં વસતા ભારતીય વંશજો માટે એક વિશેષ સ્પષ્ટીકરણ કરેલ છે.  PIO અને OCI કાર્ડધારકોને ભારત આવવા માટે વિઝાની જરૂર રહેતી નથી, પરંતુ દર દસ વર્ષ જે તે દેશમાં રહેલી ભારતીય એમ્બેસીમાં રીન્યુ કરવાના હોય છે.

A PIO (Person of Indian Origin)  means a foreign citizen (except a national of Pakistan, Afghanistan Bangladesh, China, Iran, Bhutan, Sri Lanka and Nepal)

https://www.immihelp.com/difference-between-nri-pio-and-oci/

જેમાં જણાવ્યા પ્રમાણે ઉપર્યુક્ત કાર્ડધારકો ભારતીય વંશજો હોય તો ભારતમાં અચલિત સંપત્તિ , ઘર /રેસીડન્શીઅલ તથા કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદ યા વેચાણ માટે રિઝર્વ બેન્કની મંજૂરી જરૂરી નથી.

તેઓ વિના સંકોચે લે વેચ કરી શકે છે. પણ તેમાં જો કઈ કેપિટલ ગેઇન ટ્રાન્ઝેકશન્સ થયા હોય તો તે માટે આ NRI ,PIO ,OCI કાર્ડ ધારકોએ તેમના non residential external ( NRE ) non residential ordinary ( NRO ) અને ( FCNR-B ) foreign currancy non residant એકાઉન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે.અને તેના પર જરૂરી ટેક્સ /ડ્યુટી તથા બીજી જોગવાઇઓના સંપૂર્ણ અમલ બાદ તે રકમ મેળવી શકશે.સરકાર આ બાબતમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવે છે કે આ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં ટ્રાવેલર્સ ચેક અને ફોરેન કરન્સી નોટનો ઉપયોગ નહીં કરી શકે.

આ બધી ખરીદી વેચાણની પ્રક્રિયા અધિકૃત બેન્કિંગ ચેનલ મારફત જ કરવાની રહેશે. NRI ,PIO અને OCIs FEMA ( foreign exchange management act )ના કાયદાઓ જે 1999 માં અમલી બન્યા તે થકી આ ટ્રાન્ઝેકશન કરવામાં આવશે. આ અગાઉના 1973 ના ( foreign exchange regulation act ) FERA ની જોગવાઈઓને બદલે 1999 ની FEMA અંતર્ગત જોગવાઈઓ લાગુ પડશે.

ફોરેનર કે તેમના વંશજને ખેતીવાડીની જમીન અને ફાર્મ હાઉસને ખરીદવા /વેચવા માટે RBI ની સંપૂર્ણ મંજૂરી તદ્દન જરૂરી છે. તે વિના ખરીદી નહીં કરી શકાય તેવું સ્પસ્ટ કરવામાં આવ્યું છે.

RBI ના નિયમ અનુસાર પ્રોપર્ટીના ખરીદ વેચાણ પર જે કઈ ટેક્સની રકમ ભારતમા ભરી હશે તેને DIAA (Double Taxation Avoidance Agreement) ની ટ્રીટી અન્વયે NRI, PIO, OCI કાર્ડધારક પોતે જે દેશમાં રહેતો હોય ત્યાંના IRS રિટર્નમાં તે રકમને ક્રેડિટ તેમના CPA ના માર્ગદર્શન નીચે મેળવી શકશે. આ સ્પષ્ટતા બધી જ તથા કથિત અફવાઓને રદિયો આપે છે. (અકીલામાંથી સાભાર)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.