Western Times News

Gujarati News

પાન મસાલા અને તમાકુના વેપારીઓ ઉપર તવાઈઃ પાંચની અટકાયત

પ્રતિકાત્મક તસવીર

(એજન્સી)વલસાડ, વલસાડ જિલ્લા પોલીસે વાપી કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં પાન મસાલાના અને તમાકુના કારોબારીઓને ત્યાં રેડ કરી રૂપિયા ૨.૨૯ કરોડ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની અટકાયત કરી છે .

કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુનો મોટા પ્રમાણમાં સંગ્રહ અને વેપાર કરતાં કારોબારીઓ પર પોલીસની લાલ આંખ થતાં જિલ્લામાં પાન મસાલા અને તમાકુના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાકડકોપરના ગોડાઉન અને દિક્ષલમાં એક ઘરેથી અંદાજે ૨.૨૯ કરોડ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ૫ લોકોની સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસને છેલ્લા કેટલાક સમયથી બાતમી મળી હતી કે વલસાડ જિલ્લામાં કેટલાક શકશો કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુ નો મોટા પાયે સંગ્રહ અને વેપાર કરી રહ્યા છે ..આથી પોલીસે મળેલી બાતમીના આધારે વિવિધ ટીમો બનાવી

અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીક્ષલ ગામ અને નાનાપોન્ઢા અને વાપીના એક ગોડાઉનમાં રેડ કરી હતી. રેડમાં પોલીસને મોટી માત્રામાં ગોડાઉન અને મકાનોમાં સંગ્રહ કરેલો પાન મસાલા અને તમાકુ નો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.

જેને જપ્ત કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.સૌ પ્રથમ વાપી ટાઉન પોલીસે વાપીના ભડકમોરામાં આવેલા શક્તિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં છાપો માર્યો હતો. આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલા પાનમસાલાના ૫૩ પેલા અને તમાકુના ભરેલા ૧૭ થેલા મળી કુલ ૬૮૩૨૬ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ગોડાઉનમાં હાજર આરોપી ભરત બહાદુર માલીને આધાર પુરાવા અંગે પૂછ્‌તા

આથી જેથી પોલીસે પાન મસાલા અને તમાકુ નો જથ્થો કબજે લઇ ભરત માલી સામે અટકાયતી પગલા લઈ આગળની કાર્યવાહી હાપ ધરી હતી. તો બીજી બાજુ નાનાપોંઢા પોલીસે કાકડકોપર ગામમાં આવેલા કાનજી ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેઈડ કરતા પાનમસાલા અને તંબાકુની ૩૩૫ થી વધુ બોરીઓ મલી આવી હતી

જેમાંથી અંદાજે રૂપિયા ૧.૧૫ કરોડની કિંમતનો મુદામાલ કબજે લઈ. પૂછપરછ કરતા ગોડાઉનમાં હાજર ધીરજસિંહ રાજપુત નામના વ્યક્તિ મલી આવ્યા હતાજેમના કહેવા મુજબ આ ગોડાઉન રાજસ્થાન ના ઉદયપુર માં રહેતા વિનોદ વર્મા એ ભાડે રાખ્યો હતો..તેમના કહેવાથી ઓર્ડર મુજબ ગોડાઉન માં વાહનોમાં માલ લોડીંગ કરાવવા માં આવતો હતો.

આ જગ્યા પરથી પોલીસે આરોપી ધીરજસિહ, અભિ નરેશકુમાર ઠાકુર અને મોહમદ રરીફ નિઝામુદીન કુરેશી નામના આરોપીઓ ની અટકાયત કરી હતી અને પાન મસાલા અને તમાકુ નો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ કપરાડાના દીક્ષલ ગામ ના રાનવહાર ફળિયામાં રહેતા દિવ્યેશ ચંદુ વાઘેરાના ઘરમાં પણ પોલીસે રેઇડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.