Western Times News

Gujarati News

પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપ કોંગ્રેસમાં સામેલ

નવી દિલ્હી, લખીમપુર હિંસામાં જીવ ગુમાવનાર પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. જાણકારી એ પણ છે કે કોંગ્રેસ પવન કશ્યપને નિઘાસન વિધાનસભા બેઠક પરથી યુપી ચૂંટણી ૨૦૨૨માં ઉમેદવાર બનાવી શકાય છે. કોંગ્રેસ પાર્ટીના નસીમુદ્દીન સિદ્દીકી અને સતીશ અજમાનીએ લખીમપુર હિંસામાં જીવ ગુમાવનાર પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપને કોંગ્રેસની સદસ્યતા અપાવી.

કોંગ્રેસ પાર્ટી લખીમપુરના જિલ્લા અધ્યક્ષ પ્રહલાદ પટેલને જણાવ્યુ કે લખીમપુર હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપને કોંગ્રેસની સદસ્યતા તો અપાવી દીધી છે પરંતુ ટિકિટ પર હજુ કંઈ નક્કી થયુ નથી. આની પર હાઈકમાન્ડ ર્નિણય લેશે, એવુ કહેવાઈ રહ્યુ છે.

લખીમપુર હિંસામાં મૃતક પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપે પણ કોંગ્રેસમાં જાેડાયાની પુષ્ટિ કરી. શુ તે ચૂંટણી પણ લડશે. આ પ્રશ્ન પર પવને કહ્યુ કે તેઓ આનો જવાબ બાદમાં આપશે. લખીમપુરમાં ચાર ખેડૂત સહિત કુલ ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રમણ કશ્યપ ન્યુઝ ચેનલ સાથે કામ કરતા હતા.

લખીમપુરમાં ઝડપી રફ્તાર ગાડીએ કેટલાક ખેડૂતોને કચડ્યા હતા, જે બાદ પ્રદર્શનકારી ભડકી ઉઠ્‌યા. કેટલીક ગાડીઓ ફૂંકી દેવાઈ અને ગાડી સવારને ખરાબ રીતે માર મારવામાં આવ્યો. કચડાયેલા ખેડૂતોમાંથી ચારના મોત નીપજ્યા હતા. હાલ પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. યુપી પોલીસે પાંચ હજાર પાનાની અને ૨૦૮ સાક્ષીઓના ઉલ્લેખવાળી ચાર્જશીટ તૈયાર કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.