Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ના.ચેરમેન ચૂંટાયા

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી ગત નવેમ્બર માસમાં યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેરના મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ચુંટાઈ આવેલ. તાજેતરમાં તેમની માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન પદે નિયુક્તિ થતાં આજે તારીખ ૧૭-૦૧-૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકે તેમણે વાઇસ ચેરમેન નો હોદ્દો સંભાળ્યો હતો.

આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, તાલુકા પંચાયતના શીવાભાઈ પરમાર, જિલ્લા પંચાયત ખેતીવાડી ચેરમેન હિતેન્દ્ર સિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ, નરેશભાઈ પટેલ, દેરોલ મંડળીના ચેરમેન પ્રકાશભાઈ વ્યાસ, વ્યાપારી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પી.શાહ, પ્રસાન્ત પટેલ, જશુભાઈ પંચાલ, હસમુખભાઈ પંચાલ, ગુલાબસિંહ બાપુ તથા માર્કેટ યાર્ડના સદસ્યો તથા તમામ વેપારીઓએ હાજર રહી રાજેન્દ્રસિંહને અભિનંદન પાઠવી ને શુભકામનાઓ પાઠવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.